Latest

Monday, May 27, 2019

લેન્સકાર્ટને સોફ્ટબેન્ક પાસેથી $35 કરોડ મળવાની શક્યતા



69512256

સમિધા શર્મા/બિશ્વરૂપ ગુપ્તૂ

મુંબઈ/નવી દિલ્હી:આઇવેર રિટેલર લેન્સકાર્ટ અને સોફ્ટબેન્ક વિઝન ફંડ વચ્ચે ભંડોળ માટે ચર્ચા ચાલી રહી છે. લેન્સકાર્ટને ફ્રેશ ફંડિંગ દ્વારા સોફ્ટબેન્ક તરફથી 350 મિલિયન ડોલર મળી શકે છે. તેમાં દિલ્હી સ્થિત કંપનીનું મૂલ્ય 1.3 અબજ ડોલર આંકવામાં આવ્યું છે.

અગાઉ તેનું મૂલ્ય 460થી 470 મિલિયન ડોલર આંકવામાં આવ્યું હતું જેની તુલનામાં મૂલ્ય વધ્યું છે. તેનાથી લેન્સકાર્ટ યુનિકોર્ન ક્લબમાં સામેલ થનારું નવું સ્ટાર્ટ અપ બનશે. છેલ્લા એક વર્ષમાં તેના કદમાં ઘણો વધારો થયો છે.

આ ટ્રાન્ઝેક્શન થશે તો વર્ટિકલ ઇ-કોમર્સ બિઝનેસમાં સોફ્ટબેન્કનું બીજું સાહસ હશે. વિશ્વની સૌથી મોટી ટેક્‌નોલોજી ઇન્વેસ્ટરે ઓનલાઇન ફર્સ્ટ બેબી પ્રોડક્ટ રિટેલર ફર્સ્ટક્રાયમાં ગયા વર્ષે 150 મિલિયન ડોલર રોક્યા હતા.

સોફ્ટબેન્ક એ લેન્સકાર્ટની વાતચીત કેટલાક મહિનાથી ચાલુ છે અને સોદો ટૂંક સમયમાં થઈ શકે છે. સોફ્ટબેન્ક લેન્સકાર્ટમાં મોટી રકમ રોકવા માંગતું હતું જેથી ભારત બહાર તે ઝડપથી વિસ્તરણ કરી શકે પરંતુ કંપની સહમત થઈ ન હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. લેન્સકાર્ટે તાજેતરમાં સિંગાપોરમાં પ્રવેશ કર્યો છે અને તે આગામી ત્રણ વર્ષમાં ત્યાં 50થી 60 સ્ટોર્સ ખોલવા માંગે છે. ત્યાર બાદ ફિલિપાઇન્સ, તાઇવાન અને મિડલ ઈસ્ટ માટે તેની યોજના છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Mahefx

No comments:

Post a Comment

Pages