Latest

Monday, May 27, 2019

FPIએ મે મહિનામાં ₹4,375 કરોડ પાછા ખેંચ્યા

69512366

નવી દિલ્હી: વિદેશી રોકાણકારોએ મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય મૂડીબજારમાંથી ₹4,375 કરોડની નેટ વેચવાલી કરી નાખી છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર અને સ્થાનિક પરિબળોને કારણે તેમણે બજારથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ 2-24 મે દરમિયાન ઇક્વિટી માર્કેટમાં ₹2,048 કરોડની નેટ વેચવાલી કરી હતી. જોકે તેમણે ડેટ માર્કેટમાંથી ₹2,309.86 કરોડની નેટ વેચવાલી કરી હતી. આમ, ડેટ અને ઇક્વિટી માર્કેટમાં મળીને તેમણે નેટ ₹4,375.86 કરોડની નેટ વેચવાલી કરી હતી.

અગાઉ FPIએ એપ્રિલમાં ₹16,093 કરોડની નેટ ખરીદી કરી હતી. તે પહેલાં માર્ચ મહિનામાં તેમણે ₹45,981 કરોડની જંગી લેવાલી કરી હતી. ફેબ્રુઆરીમાં પણ તેમણે ₹11,182 કરોડની નેટ ખરીદી કરી હતી. જોકે નોંધપાત્ર બાબત એ રહી છે કે ચૂંટણીના પરિણામના દિવસે વિદેશી રોકાણકારોએ મોટા પાયે નેટ ખરીદી કરી હતી જે પોઝિટિવ સંકેત દર્શાવે છે.

ભાજપને પ્રચંડ વિજય મળતાં FPIએ 23 મેના રોજ ₹1352.20 કરોડની નેટ ખરીદી કરી હતી. ભાજપની સરકાર બીજી ટર્મ માટે આવતાં તેમણે બેન્કિંગ અને કેપિટલ ગૂડ્ઝથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સાઇક્લિકલ સેગમેન્ટ્સને અવગણ્યાં હતાં.



from Page Array – I Am Gujarat http://bit.ly/2WoklV3

No comments:

Post a Comment

Pages