Latest

Monday, May 27, 2019

સુરત અગ્નિકાંડ: હાર્દિક ઉપવાસ શરુ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી

સુરત: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સુરત અગ્નિકાંડ મામલે આજથી ઉપવાસ પર બેસવાનો હતો, જોકે તંત્રએ હાર્દિકને તેના માટે પરવાનગી નથી આપી. હાર્દિકનું કહેવું છે કે, તેણે અગ્નિકાંડમાં સામેલ દોષિત અધિકારી પર કાર્યવાી કરવા માટે 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ કોઈની સામે કાર્યવાહી કરવામાં આવી નથી. બાર કલાક પહેલા તેણે તંત્ર પાસેથી અનશન માટે મંજૂરી માગી હતી જેને પણ કેન્સલ કરી દેવાઈ છે.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

હાર્દિક આજે સુરતમાં એન્ટ્રી કરવાનો પ્રયાસ કરતો હતો ત્યારે જ સરથાણાથી પોલીસે તેની અટકાયત કરી હતી.

હાર્દિક આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જઈને પોતાના ઉપવાસ ચાલુ કરવાનો હતો. જોકે, હાર્દિકને તેના માટે પરમિશન આપવાનો તંત્ર દ્વારા ઈનકાર કરી દેવામાં આવ્યો હતો, અને પરમિશન ન મળી હોવા છતાં તે આજે ઉપવાસ પર બેસે તે પહેલા જ તેને સરથાણાથી જ પોલીસે ઉઠાવી લીધો હતો.

સરકાર પર અગ્નિકાંડ મામલે જવાબદાર લોકોને છાવરવાની કોશીશ કરાઈ રહી હોવાનો આક્ષેપ કરતા હાર્દિકે કહ્યું હતું કે શું ગાંધીના ગુજરાતમાં 23 માસૂમ બાળકોના હત્યારા બચી જશે? હાર્દિકે ગઈ કાલે સુરત પહોંચી જ્યાં આગ લાગી હતી ત્યાંની મુલાકાત લીધી હતી. જોકે, તે દરમિયાન તેના પર અલ્પેશ કથિરિયાના સમર્થકોનો ટપલીદાવ થતાં પોલીસ પ્રોટેક્શનમાં હાર્દિકને ગાડીમાં બેસીને ઘટનાસ્થળ પરથી રવાના થઈ જવું પડ્યું હતું.

હાર્દિકે હોસ્પિટલ પહોંચી અગ્નિકાંડમાં ઘવાયેલા લોકોની મુલાકાત લીધી હતી. ગઈકાલે સુરત પહોંચેલા હાર્દિકે કહ્યું હતું કે, સુરતના મેયરે આ ઘટનાને પગે રાજીનામું આપવું જોઈએ અને ગેરકાયદે બિલ્ડિંગને અનુમતી આપનારા અધિકારીઓ અને સમયસર ઘટનાસ્થળ પર ન પહોંચેલા ફાયરના અધિકારી સામે કેસ ચલાવવો જોઈએ. હાર્દિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સુરતની જનતા પાસેથી કરોડોનો ટેક્સ લેવાય છે, પરંતુ સુવિધા નથી અપાતી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2MahqeL

No comments:

Post a Comment

Pages