Latest

Monday, May 27, 2019

શ્રીયંત્રના ફાયદા તો જ મળશે જો આ નિયમો ધ્યાનમાં રાખ્યા હશે

શ્રીયંત્ર અંગે ઘણું જાણ્યું હશે પરંતુ આ નિયમો ખાસ ધ્યાન રાખવા

આપણે ત્યાં લગભગ મોટાભાગના ઘરોમાં કોઈને કોઈ પ્રકારનું શ્રીયંત્ર સ્થાપિત કરીને તેની પૂજા કરવામાં આવતી હોય છે. લક્ષ્મી પ્રાપ્તિ ઉપરાંત શ્રીયંત્ર રાખાના બીજા પણ કારણ છે. જેમાં મુખ્ય છે શ્રીયંત્રની આકૃતિ, ત્રિકોણથી બનેલા શ્રીયંત્રની આકૃતિ પિરામિડ જેવી હોય છે. જે તેની આસપાસની નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરીને હકારાત્મક્તા લાવે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ફાયદો મળે છે વાત સાચી પરંતુ વિધિ-વિધાનનું ધ્યાન રાખવામાં આવે તો જ

આપણા ગ્રંથોમાં પણ શ્રીયંત્રને સૌથી શક્તિશાળી યંત્ર ગણવામાં આવે છે તો આધુનિક વિજ્ઞાન પણ શ્રીયંત્રની ડિઝાઇન પર કામ કરી રહ્યું છે. જોકે આવું સર્વગુણ સમ્પન્ન શ્રીયંત્ર પણ વિધિ વિધાન સાથે સ્થાપિત ન કરવામાં આવે અને એકવાર સ્થાપના થયાબાદ પણ જો તેના નિયમોનું ધ્યાન ન રાખવામાં આવે તો બેઅસર થઈ જાય છે અને તેનો ધાર્યો લાભ મળતો નથી. માટે જ શ્રીયંત્રનો ધાર્યો લાભ લેવા માટે આ નિચેની બાબતો ખાસ યાદ રાખવી જરુરી છે.

નિચેના નિયમો યાદ રાખો

1) ઘરમાં એક જ શ્રીયંત્ર રાખો, એકથી વધુ ન રાખવા જોઈએ.

2) શ્રીયંત્રને જ્યાં પણ રાખો, ત્યાંથી તે અંદર તરફ આવતું હોય તે રીતે દેખાવું જોઈએ.

3) ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય શ્રીયંત્ર ન રાખો.

4) પ્રયાસ કરો કે શ્રીયંત્ર ઘરના મંદિરમાં જ સ્થાપિત કરવામાં આવે.

5) શ્રીયંત્રની રોજ પૂજા થવી જોઈએ. માત્ર રાખવાથી લાભ નહીં થાય.

ઘરમાં આ રીતે શ્રીયંત્રની સ્થાપનાના નિયમો

શ્રીયંત્રની સ્થાપના શુક્રવારના દિવસે કોઈપણ શુભ મુહૂર્તમાં કરી શકાય છે. શુક્રવાર લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે.

શ્રીયંત્ર ઘરે લઈ આવ્યા બાદ તેને શુદ્ધ ગંગાજળથી ધોઈ, પંચામૃત અભિષેક કરો. આ દરમિયાન ऊँ महालक्ष्म्यै नमः મંત્રનો જાપવા.

અભિષેક બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈને લાલ કપડા પર સ્થાપિત કરી. અબીર, ગુલાલ, કંકુ વગેરેથી પૂજા કરો.

શ્રીયંત્ર મહાલક્ષ્મી સ્વરુપ હોય છે. તેને લાલ ગુલાબનું ફૂલ ચઢાવી નૈવેદ્યમાં ખીર કે દૂધનો ભોગ ધરાવો.

ત્યાર બાદ દરરોજ શ્રીસૂક્ત કે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવો જોઈએ.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2Qqv4Jb

No comments:

Post a Comment

Pages