Latest

Sunday, May 26, 2019

કેટરીનાએ લગ્ન માટે સલમાનને કર્યું પ્રપોઝ, આવું હતું દબંગ ખાનનું રિએક્શન 😍

‘ભારત’ના પ્રમોશનમાં કેટ-સલમાન

સલમાન ખાન અને કેટરીના કૈફ ઈદના દિવસે રિલીઝ થનારી ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે. જેને લઈને બંને હાલ પ્રમોશનમાં જોડાયા છે. કેટરીના દરેક જગ્યાએ સલમાન ખાન સાથે સાડી પહેરીને પહોંચી રહી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કેટરીનાએ સલમાનને કર્યું પ્રપોઝ

હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં કેટરીના, સલમાન ખાનને પ્રપોઝ કરી રહી છે. આ વીડિયો ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

આવું હતું ભાઈજાનનું રિએક્શન

આ વીડિયો ક્લિપમાં કેટરીના કૈફ સલમાન ખાનને કહે છે કે, ‘મારી લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તુ મને ગમે છે, તો બોલ લગ્ન ક્યારે કરવા છે?’. કેટરીના કૈફના પ્રપોઝલ પર સલમાન માત્ર ‘મેડમ સર, મેડમ સર’ કહેતા શરમાતો જોવા મળે છે.

વીડિયો થયો વાયરલ

આ વીડિયો શેર કરતાં અલી અબ્બાસ ઝફરે લખ્યું છે કે ‘ધ પ્રપોઝલ’. કેટરીના અને સલમાનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ‘ભારત’ 5 જૂને રિલીઝ થશે.

ઈદ પર રિલીઝ થશે ‘ભારત’

સલમાન અને કેટરીના સિવાય તબ્બૂ, જેકી શ્રોફ, દિશા પટણી, નોરા ફતેહી અને સુનીલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. ભારત બાદ હવે સલમાને પોતાની આગામી ફિલ્મ દબંગ 3નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તો કેટરીના રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે કામ કરતી જોવા મળશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2HC9hLD

No comments:

Post a Comment

Pages