ભારતમાં આવવા રવાના થયા ISના આતંકીઓ
થિરુવનંતપુરમ: ઈસ્લામિક સ્ટેટ (IS)ના 15 શંકાસ્પદ આતંકીઓ બોટમાં સવાર થઈને કથિત રૂપે શ્રીલંકાથી લક્ષદ્વીપ માટે રવાના થયાની ગુપ્ત રિપોર્ટ મળ્યા બાદ કેરળના તટ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયો છે. પોલીસ વિભાગના સૂત્રો અનુસાર તટીય પોલીસ સ્ટેશનો અને તટીય જિલ્લા પોલીસને સાવધાન કરી દેવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપ તથા મિનિકૉય દ્વીપ આસપાસ અને શ્રીલંકા સરહદ પર દરિયાઈ જહાજો અને વિમાનોને તહેનાત કરી દીધા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કેરળમાં તટીય વિસ્તારોમાં હાઈ એલર્ટ
પોલીસના એક ટોચના સૂત્રએ જણાવ્યું, ‘આ પ્રકારના એલર્ટ સામાન્ય છે, પરંતુ આ વખતે અમારી પાસે સંખ્યાને લઈને ખાસ સૂચના છે. આવી કોઈપણ શંકાસ્પદ બોટ દેખાવાની સ્થિતિમાં અમને તટીય પોલીસ સ્ટેશન અને જિલ્લા પોલીસ પ્રમુખોને સાવધાન રહેવા માટે કહેવાયું છે.’ તટીય પોલીસ વિભાગે કહ્યું કે તે 23મેથી જ એલર્ટ પર છે. આ દિવસે જ તેમને શ્રીલંકાથી સૂચના મળી હતી.
માછીમારોને સાવધાન રહેવા સૂચના
તટીય વિભાગના સૂત્રોએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે, શ્રીલંકામાં હુમલાની ઘટના બાદથી જ અમે લોકો સાવધાન છીએ. અમે માછલી પકડનારી બોટના માલિકો અને દરિયામાં જતા અન્ય લોકોને કોઈપણ શંકાસ્પદ હરકત માટે સાવધાન રહેવા કહ્યું છે. શ્રીલંકામાં ઈસ્ટરના અવસરે થયેલા શ્રેણી બદ્ધ બોમ્બ બ્લાસ્ટ બાદથી જ કેરળ હાઈ એલર્ટ પર છે. એનઆઈએની તપાસમાં આ ખુલાસો થયો હતો કે આઈએસઆઈએસના આતંકવાદીઓ હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે.
21 એપ્રિલે ISએ શ્રીલંકામાં કર્યા 8 બોમ્બ બ્લાસ્ટ
ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે હજુ પણ કેરળના ઘણા લોકોના આઈએસઆઈએસ સાથે સંબંધ છે. હાલમાં ઈરાક અને સીરિયામાંથી આઈએસઆઈએસનો સફાયો થઈ ચૂક્યો છે. શ્રીલંકામાં 21 એપ્રિલે થયેલા 8 બ્લાસ્ટમાં 250થી વધારે લોકોના જીવ ગયા હતા. ઈસ્લામિક સ્ટેટે આ ઘટનાની જવાબદારી લીધી હતી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2HCeWl1
No comments:
Post a Comment