Latest

Monday, May 27, 2019

વસ્તી નિયંત્રિત કરવા બાબા રામદેવે સૂચવ્યો ઉપાય, આવો કાયદો લાવવા સરકારને કરી અપીલ

બાબા રામદેવે સરકારને આપી સલાહ

હરિદ્વાર: યોગ ગુરુ બાબા રામદેવે વધતી વસ્તીને નિયંત્રણમાં રાખવા સરકારને કાયદો બનાવવાની સલાહ આપી છે. બાબા રામદેવનું સૂચન છે કે, ત્રીજું બાળક હોય તેને મતાધિકાર ન મળવો જોઈએ. રામદેવે દેશની વધતી વસ્તી પર ચિંતા પ્રગટ કરતાં કહ્યું કે સરકારે આ મુદ્દે સખત કાયદો બનાવવો જોઈએ. સાથે જ તેમણે ગૌહત્યા રોકવા માટે પગલાં ભરવાની માગ કરી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘150 કરોડથી વધવી ના જોઈએ વસ્તી’

હરિદ્વારમાં એક કાર્યક્રમ દરમિયાન રામદેવે કહ્યું કે, “આપણી વસ્તી કોઈપણ કિંમતે 150 કરોડથી વધવી ના જોઈએ. આનાથી વધારે વસ્તી માટે આપણે તૈયાર નથી. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે કાયદો બનાવીને તેના પર રોક લગાવવામાં આવે. ત્રીજા બાળકને મત આપવાનો અધિકાર ન મળે, ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકાય અને કોઈપણ પ્રકારની સરકારી સુવિધા મળવી ન જોઈએ.”

ત્રીજા બાળક માટે કાયદો બનાવવાની માગ

યોગ ગુરુએ કહ્યું કે, ભારતે જનસંખ્યા નિયંત્રણ પર કામ કરવાની જરૂર છે. રામદેવે કહ્યું, “ત્રીજા બાળક માટે એવો કાયદો બનાવો કે તે ચૂંટણી ના લડી શકે અને તેને કોઈપણ પ્રકારની સરકારી સુવિધા પણ ન મળે. આ લોકોને મતદાનનો અધિકાર પણ ન મળવો જોઈએ.” રામદેવે રવિવારે હરિદ્વારમાં કહ્યું કે, આગામી 50 વર્ષોમાં દેશની વસ્તી 150 કરોડથી વધારે ન હોવી જોઈએ.

ગૌહત્યા રોકવાની માગ કરી

આખા દેશમાં ગૌહત્યા રોકવાની પણ બાબા રામદેવે માગ કરી. ગાયના તસ્કરો અને ગૌરક્ષકો વચ્ચે ઝઘડો ટાળવાનો આ જ એક ઉપાય છે. હવે બાબા રામદેવના આ નિવેદન પર લોકોની તીખી પ્રતિક્રિયા આવે તો નવાઈ નહીં.



from Page Array – I Am Gujarat http://bit.ly/2WtKbXD

No comments:

Post a Comment

Pages