તમે પણ ઘર ખરીદવાનું વિચારો છો?
ઘર ખરીદવું તે દરેક વ્યક્તિનું સપનું હોય છે. એક એવું ઘરમાં જ્યાં વ્યક્તિ પરિવાર સાથે સુખ-શાંતિથી રહી શકે. દરેક વ્યક્તિ ઘર ખરીદતા પહેલા પોતાનું બજેટ જુએ છે. બજેટ બાદ ઘર ખરીદવામાં સૌથી જરૂરી કઈ મહત્વનું હોય તો તે છે ઘરનું વાસ્તું. વાસ્તુ શાસ્ત્રમાં ઘર ખરીદતા પહેલા કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. નહીં તો તેના કારણે ઘરના લોકોને નુકસાન ભોગવવું પડશે.આ સંબંધિત વાસ્તુ સાથે જોડાયેલી મહત્વની નવ બાબતો જાણી લો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
રોડ કિનારે ઘર ન લો
એવી જગ્યાએ ઘર ન ખરીદો જ્યાં રસ્તો પૂરો થતો હોય અથવા તો ટી પોઈન્ટ પર પણ ઘર ન લો. વાસ્તુ પ્રમાણે તે શુભ ગણવામાં આવતું નથી.
આવી જગ્યાએ ઘર ન લો
ઘર ક્યારેય એવી જગ્યાએ ન લો જ્યાં ઘરની સામે મોટુ ઝાડ હોય. ઘરની સામે મોટું ઝાડ હોય તો ઘરના લોકોને સફળતા મળતી નથી.
વીજળીઘર પાસે
ઘર ક્યારેય એવી જગ્યાએ ન રાખવું જ્યાં વીજળીઘર હોય. આવી જગ્યાએ ઘર લેવાથી ઘરની આસપાસ નકારાત્મક ઊર્જા બની રહે છે.
પાસે હોસ્પિટલ ન હોવી જોઈએ
ઘર ક્યારેય એવી જગ્યાએ ન હોવું જોઈએ જ્યાં પાસે સ્મશાન, જેલ કે પછી કોઈ હોસ્પિટલ હોય. આવી જગ્યાએ ઘર લેવાથી ઘરમાં નિરાશા અને તણાવનો માહોલ બની રહે છે.
નદી પાસે ઘર ન ખરીદો
ભૂલથી પણ તેવી જગ્યાએ ઘર ન ખરીદો જ્યાં નદી દક્ષિણ દિશા તરફ વહી રહી હોય. આવી જગ્યાએ ઘર લેવાથી ઘરના માલિકનું અકાળે મૃત્યુ થવાની શક્યતા રહે છે.
ઉત્તર દિશામાં આવું હોય
ઉત્તર દિશામાં કોઈ મોટો પહાડ કે પછી કોઈ મોટી બિલ્ડિંગ હોય તો શક્ય બની તો આવું ઘર લેવાનું ટાળવું. આમ થવાથી ઘરમાં દેવોનો વાસ થતો નથી.
આવું ઘર ક્યારેય ન ખરીદો
ઘર ખરીદતા પહેલા એક વાત પર વધારે ધ્યાન રાખો કે ભૂલીને પણ એવું ઘર ન ખરીદો જેમાં વચ્ચોવચ ટોઈલેટ કે પછી રસોડું હોય. તેને વાસ્તુદોષ માનવામાં આવે છે. આવા ઘરને પરિવારની સુખ અને શાંતિ માટે સારૂ ગણવામાં આવતું નથી.
આવા આકારનું ઘર ન ખરીદો
ઘર ખરીદતા પહેલા તેનો આકાર પણ જોઈ લેવો જોઈએ. જો ઘર અંગ્રેજીના L આકારનો હોય તો આવું ઘર ન ખરીદવું જોઈએ.
આટલું પણ ધ્યાનમાં રાખો
ક્યારેય એવું ઘર રીસેલમાં ન ખરીદો જેને લોન ન ભરવાના કારણે બેંકે જપ્ત કરી લીધું હોય. આવું ઘર ખરીદવાથી ગ્રહ દોષ લાગે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2HIdr4X
No comments:
Post a Comment