Latest

Thursday, May 23, 2019

વિવેક ઓબેરોયને જાનથી મારી નાંખવાની ધમકી મળી, સુરક્ષામાં કરાયો વધારો

નક્સલીઓ તરફથી ધમકી

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિક ફિલ્મ ‘નરેન્દ્ર મોદી’ માં વિવેક ઓબેરોયે લીડ રોડ પ્લે કર્યો છે. આ ફિલ્મ તેના પોસ્ટરથી વિવાદમાં રહી છે. હવે આ ફિલ્મને લઈને વિવેક ઓબેરોયને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એએનઆઈના રીપોર્ટના જણાવ્યા અનુસાર નક્સલીઓ તરફથી વિવેક ઓબેરોયને આ ધમકી મળી હતી. ફિલ્મને લઈને આ ધમકી મળી હોવાનું વિવેકે સ્પષ્ટ કર્યું હતું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

મુંબઈ પોલીસે સુરક્ષા વધારી

આ ઘટના સામે આવ્યા બાદ મુંબઈ પોલીસે તેમની સુરક્ષા વધારી દીધી છે. આ ઉપરાંત યોગ્ય દિશામાં તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ફિલ્મના સ્ક્રિનિંગ વખતે પણ કલાકારને કડક સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. બુધવારે બોલિવૂડના કેટલાક કલાકારો માટે સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ સમયે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ધટના સામે આવ્યા બાદ તેમના સમર્થકોમાં પણ એક ચિંતાની લાગણી જોવા મળી હતી.

પોલીસે ઘરની મુલાકાત લીધી

મુંબઈ પોલીસે વિવેક ઓબેરોયના ઘરની મુલાકાત પણ લીધી હતી અને આ કેસ સંબંધીત પૂછપરછ પણ શરુ કરી હતી. વડા પ્રધાન મોદીના જીવન પર બનેલી ફિલ્મ તા. 24 મેના રોજ રીલિઝ થઈ રહી છે. વિવેકને મળેલી ધમકી પરથી સ્પષ્ટ થાય છે કે, કેટલાક તત્ત્વનો એવું નથી ઈચ્છતા કે ફિલ્મ રીલિઝ થાય. તેથી કલાકારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હશે. આ પહેલા વિવેક એક્ઝિટ પોલના ટ્વિટને લઈને વિવાદમાં મૂકાયો હતો.

મહિલા આયોગે નોટીસ ફટકારી

આ ટ્વિટને લઈને મહિલા આયોગે વિવેક ઓબેરોય સામે કાયદેસરની નોટીસ ફટકારી છે. આયોગે કહ્યું હતું કે, પોતે પોસ્ટ કરેલા પોસ્ટર્સને લઈને અભિનેતા માફી માગે. જોકે, પછીથી વિવેક ઓબેરોયે આ ટ્વિટ ડીલિટ કરી નાંખી હતી.

 



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2QeJ2hd

No comments:

Post a Comment

Pages