Latest

Thursday, May 23, 2019

લોકસભા ચૂંટણીમાં અનિલ કપૂરે શા માટે વોટિંગ નહોતું કર્યું? આપ્યું આવું કારણ

અનિલ કપૂરે કેમ ન કર્યું મતદાન

આજે દેશ માટે એક મોટો દિવસ છે કારણ કે લોકસભા ચૂંટણી 2019નું પરિણામ આવવાનું છે, જે માટે દેશની જનતાએ પોતાનો વોટ આપ્યો છે. જેથી નક્કી થઈ શકે કે દેશમાં કોની સરકાર બનવા જઈ રહી છે. લોકસભા ચૂંટણી દરમિયાન ઘણા બોલિવૂડ સ્ટાર્સે લોકોને વોટ આપવા માટે પ્રેરિત કર્યા હતા અને પોતે પણ મતદાનમાં ભાગ લીધો હતો. જોકે કેટલાક સ્ટાર્સ એવા હતા જેમણે મતદાન અધિકારનો ઉપયોગ નહોતો કર્યો કારણ કે તેમની પાસે અન્ય દેશની નાગરિકતા છે. પરંતુ આ બધા વચ્ચે એવા પણ સ્ટાર્સ છે જેઓ ભારતના નાગરિક હોવા છતાં વોટ આપવા નહોતા પહોંચ્યા. આ સ્ટાર્સમાંથી એક અનિલ કપૂરનું નામ છે. જેણે આ વર્ષે વોટ નહોતો આપ્યો. હવે અનિલ કપૂરે મીડિયા સામે વોટ ન આપવાનું કારણ જણાવ્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

હવે આપ્યો જવાબ

પાછલા દિવસોમાં એક ઈવેન્ટમાં વાતચીત દરમિયાન અનિલ કપૂરને સવાલ કરાયો હતો કે આ વર્ષે તેમણે વોટ કેમ નહોતો આપ્યો? તો અનિલ કપૂરે જવાબમાં જણાવ્યું કે તે વોટિંગના દિવસે પોતાની સારવાર માટે મ્યુનિખમાં હતા. તેમણે જણાવ્યું કે સારવાર માટે તેમણે એક-દોઢ વર્ષ પહેલાથી અપોઈન્ટમેન્ટ લીધી હતી અને આ દિવસે જ તેમની અપોઈન્ટમેન્ટ હતી. અનિલે જણાવ્યું કે આ દરમિયાન તેમની પત્ની સુનીતા પણ સાથે હતી.

મતદાનના દિવસે હતો જર્મનીમાં

જોકે વોટ ન આપી શકવા પર અફસોસ વ્યક્ત કરતા જર્મનીમાં રહીને તેમણે આ પ્રયાસ કર્યો પરંતુ વોટ ન આપી શક્યા. તેમણે જણાવ્યું કે ત્યાં એમ્બેસીમાં એવી સુવિધા નહોતી કે તેઓ વોટ કરી શકે. અનિલે કહ્યું કે ભવિષ્યમાં એવી સુવિધા ખાસ હોવી જોઈએ કે તમે કોઈપણ જગ્યાએથી પોતાના દેશ માટે વોટ કરી શકો.

લોકોનો વોટ આપવા કરી હતી વિનંતી

જણાવી દઈએ કે વોટ આપવા માટે લોકોને પ્રેરિત કરનારા સેલેબ્સમાં અનિલ કપૂર પણ હતા, જેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે આપણા એક વોટથી વસ્તુ બદલાઈ શકે છે આથી તમને બધાને મારી વિનંતીને છે કે મજબૂત ભારત માટે તમે વોટ ખાસ આપો.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2wgkzil

No comments:

Post a Comment

Pages