પરિવાર સાથે વેકેેશન પર શાહિદ

શાહિદ કપૂર હંમેશા પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે હંમેશા બેલેન્સ બનાવીને રાખે છે. તે પોતાની પત્ની અને બંને બાળકોને પૂરો સમય આપે છે. શાહિદ પોતાની આગામી ફિલ્મ ‘કબીર સિંહ’નું શૂટિંગ પૂરુ થયા બાદ હવે થાઈલેન્ડમાં પરિવાર સાથે ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે.
મીરા સાથે શેર કરી તસવીર

શાહિદ કપૂરે પત્ની મીરા રાજપૂત સાથે એક તસવીર શેર કરી છે. તેમની આ તસવીર રિલેશનશિપ ગોલ્સ આપી રહી છે. તસવીરમાં બંનેની સારી કેમેસ્ટ્રી જોવા મળી. બંનેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
મીશા અને ઝૈનની ક્યૂટ તસવીર

તો મીરા રાજપૂતે પણ પોતાના બાળકો મીશા અને ઝૈનની એક ક્યૂટ તસવીર શેર કરી છે. આ તસવીરમાં બાળકો દરિયાકિનારે માટીમાં રમતા જોવા મળ્યા. તસવીરના કેપ્શનમાં મીરાએ એક શાયરી પણ લખી છે.
રસ્તાઓ પર કર્યું સાઈકલિંગ

આ સિવાય એક તસવીરમાં મીરા અને શાહિદ થાઈલેન્ડના રસ્તાઓ પર સાઈકલ ચલાવતા જોવા મળ્યા. શાહિદે ઝૈનને અને મીરાને મીશાને પાછળ બેસાડી છે. શાહિદ અને મીરાએ 2015માં લગ્ન કર્યા હતા.
કબીર સિંહમાં જોવા મળશે શાહિદ

વર્કફ્રંટની વાત કરીએ તો શાહીદ ફિલ્મ કબીર સિંહમાં જોવા મળશે. કબીર સિંહ 21 જૂને રિલીઝ થશે. જેમાં શાહિદ એક સર્જનની ભૂમિકામાં જોવા મળશે, ફિલ્મનું ડાયરેક્શન સંદીપ વાંગાએ કર્યું છે. ફિલ્મની લીડમાં કિયારા અડવાણી પણ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2JBILnX
No comments:
Post a Comment