Latest

Thursday, May 23, 2019

હૃદય રોગ નહીં આ કારણે પણ થઈ શકે છે છાતીમાં દુઃખાવો, આ ઘરેલુ નુસખા આપશે રાહત

છાતીમાં દુખાવો આ પણ સૂચવે છે

છાતીમાં દુખાવો થવો લોકો માટે ઘણી વખત ચિંતાનું કારણ બની જાય છે. અચાનક છાતીમાં દુખાવો થવા લાગે ત્યારે લોકોને લાગે છે કે હાર્ટ અટેક અથવા તો હૃદય સંબંધિત કોઈ બીમારી થઈ છે. છાતીમાં દુખાવો થવો માત્ર હાર્ટ અટેકના સંકેત આપે છે તેવું નથી, તે દર્શાવે છે કે તમારી ખાવાપીવાની ટેવમાં ફેરફાર કરવાનો સમય પાકી ગયો છે. ખોરાકમાં વધુ ફેટવાળી વસ્તુઓ લેવાથી છાતીમાં દુખાવો અને બળતરા થાય છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

અપનાવી શકો છો ઘરેલુ નુસખા

દર વખતે છાતીના દુખાવાનો સંબંધ હૃદયની બીમારી સાથે નથી. જો કે એનો અર્થ એમ નથી કે આ દુખાવાને હળવાશમાં લેવો. જ્યારે પણ આ પ્રકારની કોઈ સમસ્યા થાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો કે, ઘરમાં રહેલી વસ્તુઓથી પણ દુખાવો ઓછો કરી શકાય છે. છાતીના દુખાવા માટે કેટલાક ઘરેલુ નુસખા અજમાવી શકો છે કારણકે તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી.

લસણ

લસણમાં આયુર્વેદિક ગુણ રહેલા છે જે છાતીમાં દુખાવો, બળતરા, એસિડ બનવાની સમસ્યા, કફ વગેરે દૂર કરવામાં મદદ કરે છે. રોજ સવારે ઉઠીને લસણની એક કળી ખાવાથી છાતીમાં બળતરા અને દુખાવો મટી જાય છે.

સુપરફૂડ છે હળદર

હળદરમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોવાથી ઘણા પ્રકારના રોગનો ઈલાજ કરવામાં રામબાણ માનવામાં આવે છે. છાતીમાં દુખાવો કે હૃદય સંબંધિત કોઈપણ સમસ્યા થાય તો હળદરનું સેવન કરવાથી લાભ થાય છે. ભોજનમાં મસાલા તરીકે કે દૂધમાં નાંખીને પી શકાય છે.

જેઠીમધ

જેઠીમધ એક પ્રકારની ઔષધી છે જે ગળું ખરાબ થાય ત્યારે ચૂસવામાં આવે છે. આ ચૂસવાથી નીકળતો રસ છાતીમાં રાહત આપે છે. સાથે જ પાચન સંબંધિત સમસ્યા દૂર કરે છે. આયુર્વેદમાં આ ઔષધીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ઘણી વખત દવાઓ બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

મેથીના દાણાનું પાણી

મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને મેથીના દાણા અલગ કરી લો અને એ પાણી પી લો. આનાથી છાતીમાં થતી બળતરા કે દુખાવો ઓછો થશે. મેથીના દાણાનું પાણી પીવાથી બ્લડ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે.

તુલસી

તુલસીના ગુણ કોણ નથી જાણતું. તુલસીમાં હૃદયને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવાના ગુણ છે. રોજ સવારે તુલસીના બે પાન ખાવાથી શરીરમાં મેગ્નેશિયમનું પ્રમાણ જળવાઈ રહે છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ વ્યવસ્થિત ચાલે છે. શરદી થાય ત્યારે પણ રાહત આપે છે.

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2JWG93n

No comments:

Post a Comment

Pages