Latest

Friday, May 31, 2019

બિગ બીને આ નામથી બોલાવતા હતા વીરૂ દેવગણ, યાદ કરતાં ભાવુક થયા મહાનાયક

વીરૂ દેગવણના નિધનથી બોલિવુડ શોકમાં

અજય દેવગણના પિતા અને બોલિવુડના ફેમસ એક્શન ડાયરેક્ટર વિરૂ દેવગણે 27મેના દિવસે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમની અંતિમ વિધિમાં અભિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન, સની દેઓલ તેમજ અનિલ કપૂરના ઘણા સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા. જે લોકોએ તેમની સાથે કામ કર્યું છે તેમને હજુ પણ વિશ્વાસ થતો નથી કે તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. આમાંથી એક છે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બિગ બી થયા ઈમોશનલ

અમિતાભ બચ્ચનને વીરૂ દેવગણ સાથે સારા સંબંધો હતો. તેમના નિધનના સમાચાર સાંભળીને બીગ બીને ઝટકો લાગ્યો હતો અને તેઓ ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે છોડીને અંતિમ સંસ્કારમાં પહોંચી ગયા હતા., તેઓ અજય દેવગણ સાથે સ્મશાનમાં બળતી ચિતા સાથે બેસીને આશ્વાસન આપતા રહ્યા. તેમણે પોતાના મિત્ર વીરૂ દેવગણ માટે એક ઈમોશનલ નોટ લખી છે. બીગ બીએ લખ્યું છે કે, ‘તેમની બળતી ચિતા સામે બેસવું. રાખ સાથે લઈ જવા માટે રાહ જોવી. પોતાની નજીકની વ્યક્તિને જતી જોવી. બાબૂ જી….મા જી… ફરી એક નવા દિવસની શરૂઆત અને ફરી એક નવું કામ’.

અમિતાભ બચ્ચને લખી ઈમોશનલ પોસ્ટ

અમિતાભ બચ્ચને વીરૂ દેવગણ સાથેની તેમની પહેલી મીટિંગ અને કામના અનુભવ વિશે વાત કરી. સાથે જ તેમણે બ્લોગમાં ખુલાસો કર્યો કે વીરૂ દેવગણ તેમને પ્રેમથી ‘અમિતાભ સિંઘયા’ કહીને બોલાવતા હતા. ‘હું તેમને પહેલીવાર રાજસ્થાનના નાના ગામ પોશીનામાં મળ્યો હતો. મને યાદ છે મારી ફિલ્મ રેશમા અને શેરાની. તે સમયે વીરૂ દેવગણ ડમીની સાથે એક્શન સીનનું રિહર્સલ કરી રહ્યા હતા. સીનમાં સુનીલ દત્ત લીડ રોલમાં હતા, જેમણે ગામના કેટલાક લોકોની સાથે મારપીટ કરવાની હતી. તેઓ લીડિંગ મેનની જેમ સીન કરી રહ્યા હતા’.

‘પર્ફેક્શન સાથે કામ કરતા હતા વીરૂ’

અમિતાભ બચ્ચને વધુમાં લખ્યું છે કે, ‘મને તે હજુ પણ યાદ છે. જ્યારે રણમાં શૂટિંગ કરતી વખતે વીરૂ દેવગણને ઘણું કષ્ટ પડી રહ્યું હતું. તેમના ચહેરા પર જોવા મળેલી પીડા યાદ છે, તેમ છતાં તેઓ ડમી સાથે રિહર્સલ પૂરા પર્ફેક્શનની સાથે કરતા રહ્યા હતા. પછી એક દિવસ આપણે તેમને ખોઈ દીધા. વીરૂ દેવગણ શાનદાર એક્શન ડાયરેક્ટર હતા. તેમણે એક્શનમાં પણ ઈનોવેશન કર્યા’.

‘વ્યક્તિની માત્ર યાદો જ સાથે રહે છે’

બીગ બીએ આગળ લખ્યું કે, ‘વીરૂનું નિધન મારા માટે આઘાતજનક છે. મને જ્યારે આ સમાચાર મળ્યા, હું તે સમયે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. મેં કામ પડતું મૂક્યું. પૂરી ટીમે તેમના સન્માનમાં બે મિનિટનું મૌન રાખ્યું. હું જ્યારે તેમના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો ત્યારે બધી વાતો યાદ આવવા લાગી. સમય કેવો જતો રહે છે…જે ક્યારેય પાછો જ આવવાનો નથી. રહી જાય છે માત્ર યાદો’.



from Page Array – I Am Gujarat http://bit.ly/2IdbfRK

No comments:

Post a Comment

Pages