Latest

Wednesday, May 29, 2019

અગ્નિકાંડની અસર: ફાયર એક્સટિંગ્વિશરની ડિમાન્ડ વધતા ભાવો આસમાને આંબ્યા

ઓજસ મહેતા/મિહિર વેદ, અમદાવાદ: સુરતમાં આગમાં 22ના મોત થયા બાદ આગ ઓલવવા માટે વપરાતા સાધનોની અચાનક જોરદાર ડિમાન્ડ થતાં માર્કેટમાં તેની તંગી ઉભી થઈ છે. સુરતની ઘટના બાદ અમદાવાદમાં દુકાનદારો, ટ્યૂશન ક્સાલના સંચાલકો, વેપારીઓ ફાયર સેફ્ટીના સાધનો ખરીદવા દોટ મૂકી રહ્યા છે, પરંતુ સામે પક્ષે બજારમાં તેનો એટલો સ્ટોક છે જ નહીં.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા ક્લાસીસોને તંત્ર દ્વારા સીલ મારવાનું શરુ કરાતા અચાનક જ ફાયર સેફ્ટીના સાધનોની ડિમાન્ડમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ફાયર ડિપાર્ટમેન્ટ એનઓસી ન આપે ત્યાં સુધી ટ્યૂશન, ક્લાસીસ કે કોચિંગ સેન્ટરોના સંચાલકો પોતાનું કામકાજ શરુ કરી શકે તેમ નથી. માટે ગમે તે ભોગે તેઓ ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માગે છે.

ડિમાન્ડ વધવાના કારણે ફાયર સેફ્ટીના સાધનોની કિંમતોમાં પણ વધારો થયો છે તેમ કમ્પ્લિટ ફાયર ડિઝાઈન સોલ્યુશનના એમડી હિમાંશુ પટેલનું કહેવું છે. સામાન્ય રીતે આગ ઓલવવાના કામમાં આવતા ચાર કિલોના એક્સટિંગ્વિશરની કિંમત 900 રુપિયાથી શરુ થતી હોય છે. જોકે, તેની ડિમાન્ડ વધી જવાથી હાલ તેના 200 રુપિયા ઓનમાં બોલાઈ રહ્યા છે.

કાંકરિયામાં ફાયર સેફ્ટી ઈક્વિપમેન્ટ્સનો બિઝનેસ ધરાવતા લલિત જૈનનું કહેવું છે કે, તેમની પાસે જેટલાં એક્સટિંગ્વિશર હતા તે બધા વેચાઈ ચૂક્યા છે અને 50ના ઓર્ડર પેન્ડિંગ છે. નવો સ્ટોર સોમવાર પહેલા આવે તેવી કોઈ શક્યતા નથી. જોકે, લોકો ગમે તે ભોગે ગમે ત્યાંથી ફાયર એક્સટિંગ્વિશર ખરીદવા માટે દોડધામ કરી રહ્યા છે.

સુરતમાં તો આ સમસ્યા અમદાવાદથી પણ વધુ કફોડી છે. શહેરમાં ફાયર એક્સટિંગ્વિશરની કિંમત 60 થી 70 ટકા વધી ચૂકી છે. 4 કિલોના ફાયર એક્સટિંગ્વિશરની કિંમતમાં 600-700 રુપિયાનો રાતોરાત વધારો થઈ ગયો છે. સુરતમાં 1500 જેટલી દુકાનો અને 40 કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયર સેફ્ટીના મામલે સીલ મારી દેવતાા વેપારીઓ અને સંચાલકો ફાયર એક્સટિંગ્વિશર ખરીદવા માટે ધંધે લાગી ગયા છે.

માર્કેટમાં ડિમાન્ડ થતાં લોકોને ઉંચી કિંમતે પણ નીચી ગુણવત્તાના ફાયર એક્સટિંગ્વિશર પધરાવાઈ રહ્યાનું પણ સામે આવ્યું છે. 4 કિલોના એક્સટિંગ્વિશરમાં માંડ બે કિલો પાવડર હોવાનું પણ બહાર આવી રહ્યું છે, અને તેના 2000 રુપિયા સુધી પડાવાઈ રહ્યા છે. ચાર કિલોનું એબીસી ફાયર એક્સટિંગ્વિશર 90 ટકા ફોસ્ફેટ પાવડર ધરાવે છે, જેની હાલ 3000 રુપિયા કિંમત વસૂલાઈ રહી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2EGO4OT

No comments:

Post a Comment

Pages