દાવોઃ

પાછલા વર્ષે મે મહિનામાં પ્રધાનમંત્રીએ દેશને પહેલા 14 લેનનો દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના પ્રથમ ફેઝનું ઉદ્ધાટન કર્યું હતું. હવે દાવો કરાઈ રહ્યો છે કે એક વર્ષની અંદર જ આ એક્સપ્રેસ વેમાં ખાડો પડી ગયો છે. આ દાવા સાથે બે તસવીરો શેર કરવામાં આવી રહી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
વાઈરલ મેસેજમાં કરાયો દાવો

વોટ્સએપ પર શેર કરાઈ રહેલા મેસેજમાં લખ્યું છે, ‘દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે જે લગભગ 90 કિમી લાંબો અને 841 કરોડની કિંમતે તૈયાર કરાયો હતો. જેનું ઉદ્ઘાટન પીએમ મોદી અને સીએમ યોગીએ કર્યું હતું, માત્ર 1 વર્ષની અંદર જ આ હાઈવેએ તેમના કાળા કામોની પોલ ખોલીને રાખી દીધી.’
શું છે હકીકત?

દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ખાડો પડવાનો દાવો એકદમ ખોટો છે. આ દાવા સાથે જે તસવીર શેર કરવામાં આવી રહી છે તે ગુરુગ્રામના હીરો હોન્ડા ફ્લાયઓવરમાં પડેલા ખાડાની છે. હાલમાં જ તેના કારણે બ્રિજ પર વાહનોની અવરજવર અટકી ગઈ હતી.
કેવી રીતે કરી તપાસ?
Traffic Alert:
Traffic congestion on NH-48 on Hero Honda flyover towards Delhi due to damage of flyover. Gurugram traffic police officials are on the spot to facilitate traffic.
Inconvenience caused is highly regretted. pic.twitter.com/WZdj2SCz0w— Gurugram Traffic Police (@TrafficGGM) May 8, 2019
વોટ્સએપ પર મળેલી તસવીરને જ્યારે અમે ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચ કરી તો રિઝલ્ટ્સમાં અમને ગુરુગ્રામ ટ્રાફિક પોલીસનો 8મેએ ટ્વીટ કરેલી લિંક મળી. જેમાં આ તસવીર હતી અને તેને દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેની બતાવીને શેર કરાઈ રહી છે. પોલીસના ટ્વીટ મુજબ હીરો હોન્ડા ફ્લાઈઓવર પર ક્ષતિના કારણે NH-48 પર દિલ્હી તરફ ટ્રાફિક જામ થયો હતો. સર્ચ રિઝલ્ટ્સમાં જ ગુરુગ્રામ ફ્લાયઓવર પર ખાડાને લઈને The Tribuneની ન્યૂઝ રિપોર્ટ મળી. આ ન્યૂઝ રિપોર્ટમાં તે જ તસવીરો ઉપયોગ કરાયો છે જે હવે વાઈરલ થઈ રહી છે. આ રિપોર્ટ મુજબ પાછલા 13 મહિનામાં આ ફ્લાયઓવરમાં બીજી વખત ખાડો પડ્યો છે.
પરિણામ

ટાઈમ્સ ફેક્ટ ચેકની રિપોર્ટમાં જાણવા મળ્યું કે પીએમ મોદીએ જે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યું હતું, તેમાં ખાડો પડવાનો દાવો ખોટો છે. આ દાવા સાથે શેર કરવામાં આવી રહેલી તસવીર ગુરુગ્રામના હીરો હોન્ડા ફ્લાયઓવરની છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VMeAAW
No comments:
Post a Comment