Latest

Thursday, May 9, 2019

‘ટૉસ જીત્યા બાદ ધોનીએ શું કરવું જોઈએ?’ IITની પરીક્ષામાં પૂછાયો સવાલ

IITમાં પૂછાયો ધોની પર પ્રશ્ન

ભારતના ‘માહી’ને આખી દુનિયા ઓળખે છે. તેની શાનદાર કેપ્ટનશીપના કારણે જ લોકો તેને ‘કેપ્ટન કૂલ’ પણ કહે છે. હાલમાં આઈપીએલ ચાલી રહી છે. તેમાં પણ ધોનીની ટીમ અને તેની લોકપ્રિયા ખૂબ જ વધારે છે, ખાસ કરીને સાઉથમાં. આ વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે આઈઆઈટી મદ્રાસના સેમેસ્ટરની પરિક્ષામાં તેના પર સવાલ પૂછાયો. આ સવાલનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેનો કેટલાક લોકોએ જવાબ પણ આપ્યો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

શું છે તે સવાલ?

આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર વિગ્નેશે આ સવાલ પૂછ્યો છે. તે પોતાના વિદ્યાર્થીને ધોનીની એક મેચનું ઉદાહરણ આપતા પૂછે છે કે ‘ડે-નાઈડ મેચોમાં જાકળ મહત્વની ભૂમિકા ભજવે છે. આઉટફિલ્ડમાં વધારે જાકળ હોવાથી બોલ ભીનો થઈ જાય છે, આ કારણે સ્પિનરો માટે ભીનો બોલ પકડવો વધારે મુશ્કેલ થઈ જાય છે. જ્યારે ઝડપી બોલર્સને પણ યોગ્ય જગ્યાએ બોલિંગ કરવું ચેલેન્જિંગ થઈ જાય છે.’

તમે ધોનીને શું સલાહ આપશો?

તે આ સવાલમાં આગળ જોડે છે કે, આઈપીએલ-2019માં 7મી મેએ ચેન્નઈ સુપર કિંગ્સ ચેપોક સ્ટેડિયમમાં ક્વોલિફાયર મેચ રમવાની છે. 7 મેએ હવામાનના પૂર્વાનુમાન મુજબ ચેન્નઈમાં હ્યુમિડિટી 70 ટકા રહેવાની છે. રમતની શરૂઆતમાં તાપમાન 39 ડિગ્રી રહેશે. તો બીજી ઈનિંગમાં ઘટીને 27 ડિગ્રી થઈ શકે છે. આ જાણકારીના આધાર પર જો એમએસ ધોની ટોસ જીતે છે તો તમે બેટિંગ કે ફીલ્ડિંગમાંથી તેમને પહેલા શું કરવાની સલાહ આપશો?

શું ચેન્નઈ ફાઈનલમાં પહોંચશે?

આ પ્રશ્નનો સ્ક્રીનશોટ આઈસીસીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે પહેલી ક્વોલિફાયર મેચમાં સીએસકેને 6 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે ચેન્નઈને હવે દિલ્હી સામે રમીને વિજેતા ટીમ 12 મેએ ફાઈનલ મેચ રમશે.

ક્રિકેટથી પેપરને વધારે રસપ્રદ બનાવ્યું

આમ તો ધોની એટલો અનુભવી છે કે તેને કોઈની સલાહ લેવાની જરૂર ન પડે. જોકે આ રીતે પ્રશ્નનો હેતુ વિષયને વધારે રસપ્રદ બનાવવાનો છે. કુલ મળીને પ્રોફેસર વિગ્નેસની આ પહેલ સરાહનીય છે કારણ કે તેનાથી વિદ્યાર્થીઓને સવાલમાં રસ વધારે પડશે અને તે સમજીને જવાબ આપી શકશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Hbc9Pu

No comments:

Post a Comment

Pages