શિલ્પી સિંહા
મુંબઈ:IL&FS તેના બિન-મુખ્ય રિયલ એસ્ટેટ બિઝનેસને વેચવા માટે વિચારી રહી છે અને આ પ્રક્રિયાથી તેને ₹5,000-6,000 કરોડ મળવાની ધારણા છે. રિઝોલ્યુશન પ્રક્રિયાના ભાગરૂપે IL&FS તેના મુંબઈ સ્થિત વડામથક સહિતની રિયલ એસ્ટેટ એસેટ્સ વેચવાની તેમજ ગ્રૂપ કંપની હિલ કન્ટ્રી પ્રોપર્ટી લિમિટેડનો સંપૂર્ણ હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. IL&FSનું બોર્ડ બિન-મુખ્ય એસેટ્સ તેમજ ગ્રૂપની તમામ કંપનીઓની પ્રોપર્ટીઝ વેચવાની એકંદર વ્યૂહરચનાના ભાગરૂપે આ કવાયત કરી રહી છે, જેનો મુખ્ય હેતુ ઋણ ઓછું કરવાનો અને લિક્વિડિટી વધારવાનો છે.
IL&FSની સ્ટ્રેટેજીમાં વિવિધ પેટાકંપનીઓની તેમજ સમગ્ર દેશમાં ફેલાયેલી લગભગ 50 પ્રોપર્ટીઝનું વેચાણ કરવાનો સમાવેશ થાય છે. આ પ્રોપર્ટીઝમાં કોમર્શિયલ, રેસિડેન્શિયલ, જમીનો તથા લેન્ડ ડેવલપમેન્ટ રાઇટ્સ વગેરે સામેલ છે. IL&FSની ગ્રૂપ કંપની હિલ કન્ટ્રી પ્રોપર્ટી લિ પાસે લગભગ 500 એકર જમીન છે અને હૈદરાબાદ, વિજયવાડા, તેલંગણામાં લેન્ડ ડેવલપમેન્ટ રાઇટ્સ છે, જેને પણ વેચવામાં આવશે.
એક કાચા અંદાજ પ્રમાણે, IL&FS ગ્રૂપને તેની રિયલ એસ્ટેટ એસેટ્સ વેચવાથી ₹5,000-6,000 કરોડનું મૂલ્ય મળવાની ધારણા છે. મુંબઈના પ્રાઇમ વિસ્તાર ગણાતા બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વિસ્તારમાં આવેલું વડુંમથક જ IL&FSને ₹1,500 કરોડ કમાવી આપશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. તેના વડામથકમાં ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓ ભાડાની ઓફિસ ધરાવે છે, જેમાં પ્રાઇવેટ ઇક્વિટી ફંડ કાર્લાઇલ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની એવેન્ડસનો સમાવેશ થાય છે. BKCમાં ઓફિસ સ્પેસની જબરજસ્ત માંગ છે.
IL&FSના બોર્ડે હિલ કન્ટ્રી પ્રોપર્ટી લિમાં IL&FS ગ્રૂપનો સંપૂર્ણ80 ઇક્વિટી હિસ્સો વેચવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Idb2Os
No comments:
Post a Comment