Latest

Tuesday, May 28, 2019

અનુરાગ કશ્યપની દીકરીને ધમકી આપનાર સામે ફરિયાદ દાખલ, PMનો આભાર માન્યો

પોલીસ ફરિયાદ નોંધાઈ

બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની દીકરીને દુષ્કર્મની ધમકી દેનારા સામે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરના પગલાં લીધા છે. આ પછી અનુરાગ કશ્યપે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસનો અને પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેણે ટ્રોલનો એક સ્ક્રિનશોટ પણ શેર કર્યો હતો. પોલીસે આરીપો સામે આઈપીસી કલમ 504, 509 અને સાયબર ક્રાઈમ એક્ટ 67 અંતર્ગત કેસ નોંધ્યો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

મોદીને કર્યું ટ્વિટ

ટ્વિટર પર એક ટ્રોલે અનુરાગ કશ્યપની દીકરીને દુષ્કર્મની ધમકી આપી હતી. ત્યાર બાદ અનુરાગ કશ્યપે પીએમ મોદીને આ મામલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. આ સાથે તેણેએ ટ્રોલનો સ્ક્રિન શોટ પણ શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, પ્રિય નરેન્દ્ર મોદીસર, જીત માટેની શુભકામનાઓ. સર મહેરબાની કરીને જણાવો કે, આ સમર્થકો સાથે કેવી રીતે ડીલ કરવામાં આવે. જે તમારી જીતનો જશ્ન મનાવવા માટે મારી દીકરીને દુષ્કર્મની ધમકી આપી રહ્યા છે. આ કેસમાં અનુરાગ કશ્યપે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આભાર વ્યક્ત કર્યો

ધમકી દેનાર આરોપી સામે કેસ નોંધાયા બાદ અનુરાગ કશ્યપે મુંબઈ પોલીસ ઉપરાંત પીએમ મોદી અને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસનો આભાર વ્યક્ત કર્ય હતો. આ ટ્વિટમાં તેણે લખ્યું હતું કે, ફરિયાદ નોંધાવવામાં મારી મદદ કરનારી મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સાયબર સેલનો ખૂબ ખૂબ આભાર. કાયદેસરના પગલાં લેવામાં અને તમારા સમર્થન માટે ખૂબ ખૂબ ધન્યવાદ સીએમ દેવેન્દ્ર ફડનવીસ અને વડા પ્રધાન મોદીજી. એક પિતા તરીકે હવે હું ખૂબ સુરક્ષિત છું.

ધમકી આપનારે ટ્વિટર પર લખ્યું હતું ચોકીદાર

આ ધમકી આપનાર વ્યક્તિએ પોાતના ટ્વિટર એકાઉન્ટ પર ચોકીદાર એવું લખ્યું હતું. અનુરાગે ટ્વિટ કર્યુ હતું કે, સોશિયલ મીડિયા પર આ એક અજીબ સમસ્યા છે. હું મારા પસંદગીના ઉમેદવારને વોટ કરું તો તેઓ કહે છે પીએમને મત આપજો. જ્યારે હું પીએમને ટેગ કરું છું ત્યારે તે કહે છે કે, જવાબદારી પીએમની નથી. આ સમર્થકે અનુરાગ કશ્યપની દીકરીને ગાળો ભાંડી હતી. જેનું નામ ચોકીદાર રામસંઘી છે.

 



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2Mg5w2Q

No comments:

Post a Comment

Pages