ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પણ PubG લવર
નવી દિલ્હીઃ મંગળવારે રાતે ટીમ ઇન્ડિયા પોતાના વર્લ્ડ કપ મિશન માટે મુંબઈથી ઈંગ્લેન્ડ જવા રવાના થઈ હતી. 30 મેથી શરુ થતા ક્રિકેટ મહાકુંભમાં ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપ જીતવાના પ્રબળ દાવેદાર તરીકે એન્ટ્રી કરી છે. વર્લ્ડકપ રમવા માટે જતા પહેલા એરપોર્ટના વિઆઈપી લોન્જમાં જ્યારે ટીમ રિલેક્સ મૂડમાં બેઠી હતી ત્યારે ટીમના મોટાભાગના ખેલાડીઓ PubG ગેમ રમી રહ્યા હતા.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
BCCIએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કરી ટ્વિટ
Jet set to go #CWC19 #TeamIndia pic.twitter.com/k4V9UC0Zao
— BCCI (@BCCI) May 21, 2019
BCCIએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ખેલાડીઓની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, એમ.એસ. ધોની અને ભુવનેશ્વર કુમાર ઇન્ટરનેટ પર લોકપ્રિય ગેમ PubG રમતા જોવા મળ્યા હતા. આ તસવીરોમાં મોહમ્મદ શમીના ટેબ્લેટની સ્ક્રીન સ્પષ્ટ જોઈ શકાય છે. જેમાં PubG ગેમની ફટેજ કેપ્ચર થઈ ગઈ છે. તો આવી જ એક એન્ય તસવીરમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ પોતાના મોબાઈલમાં આ ગેમ રમતો જોઈ શકાય છે. જ્યારે ધોની પણ પોતાના ટેબ્લેટમાં ગેમ રમતો હોય તેવા ફોકસ સાથે જોઈ રહ્યો હોય તેવું જોવા મળે છે.
ગેમ રમવામાં મશગૂલ છે ખેલાડીઓ
આ ઉપરાંત બીજી પણ કેટલીક તસવીરોમાં કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કે.એલ. રાહુલ, વિજય શંકર સહિતના ટીમના ખેલાડીઓ આરમ કરતા અને રિલેક્સ મૂડમાં જોવા મળે છે. ફેન્સે પણ આ ટ્વિટ્સના રિપ્લાયમાં મજેદાર ટ્વિટ્સ કર્યા છે. પોતાના ફેરવિટ ખેલાડીઓને PubG રમતા જોઈને ફેન્સ પણ રોમાંચિત થઈ ગયા છે. આવા જ એક ફેન્સે લખ્યું “વાઉ… બધા જ પબ્જી લવર છે.’
તો એક ફેન્સે લખ્યું….
All pub g lover woowww
— Jamshed Ansari (@Jamshed04538967) May 21, 2019
આટલી રાતે પણ PubG.. બેસ્ટ ઓફ લક ટીમ ઇન્ડિયા
5 જૂનના રોજ ભારતની પહેલી મેચ
પ્રત્યેક ચાર વર્ષે રમતા ક્રિકેટ વર્લ્ડ કપમાં આ વખતે ટીમ ઇન્ડિયાની કમાન કેપ્ટન વિરાટ કોહલીના હાથમાં છે. ટીમ ઇન્ડિયા 5 જૂનના દિવસે સાઉથ આફ્રિકા સામે પહેલી મેચ રમીને પોતાના અભિયાનની શરુઆત કરશે. આ પેહલા ટીમ ઇન્ડિયા 25 મે અને 28 મેના દિવસે ક્રમશઃ ન્યુઝિલેન્ડ અને બાંગ્લાદેશ સાથે પ્રેક્ટિસ મેચ રમશે.
વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા
#TeamIndia for @ICC #CWC19 #MenInBlue pic.twitter.com/rsz44vHpge
— BCCI (@BCCI) April 15, 2019
વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની(વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, વિજય શંકર, દિનેશ કાર્તિક, કે.એલ. રાહુલ, રવિંદ્ર જાડેજા.
વર્લ્ડકપ માટે રવાના થઈ ટીમ ઇન્ડિયા
કેપ્ટન વિરાટ અને ધોનીને જોઈ લોકોએ કર્યું ચીયર અપ
ટીમ ઇન્ડિયા
મુંબઈ એરપોર્ટ પરથી ઈંગ્લેન્ડ જવા રવાના
from Page Array – I Am Gujarat http://bit.ly/2VBgfEw
No comments:
Post a Comment