ભારતમાં લોન્ચ થયો રેડમી નોટ 7S

દેશની લોકપ્રિય મોબાઈલ કંપની શાઓમીએ રેડમી નોટ 7S સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન ફ્લિપકાર્ટ, Mi.com અને Mi Home પર સેલ માટે 23મેએ ઉપલબ્ધ હશે. ફોનની કિંમત 10999 રૂપિયાથી શરૂ થાય છે. રેડમી નોટ 7Sની ખાસિયત 6.3 ઈંચની ફુલ એચડી+ ડિસ્પલે, ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 660 SoC 4000mAhની બેટરી વગેરે છે. ફોનમાં 48MP પ્રાઈમરી કેમેરા સેન્સર સાથે ડ્યૂઅલ રિયર કેમેરા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કિંમત અને ઓફર્સ

રેડમી નોટ 7Sના 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 10,999 રૂપિયા અને 4જીબી રેમ તથા 64જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 12999 રૂપિયા છે. બંને વેરિયન્ટ ઓનિક્સ બ્લેક, રુબી રેડ અને સફાયર બ્લ્યૂ કલરમાં આવે છે. શાઓમી ભારતમાં 23મી તારીખથી ફોનનું સેલિંગ શરૂ કરશે.
ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
Introducing #RedmiNote7S#48MPForEveryone:
– 48MP+5MP AI dual rear camera
– Qualcomm Snapdragon 660 AIE
– Aura Design with dual Corning Gorilla Glass 5
– 4000mAh battery
₹10,999 (3+32GB), ₹12,999 (4+64GB)
Sale: 23rd May on https://t.co/cwYEXdVQIo, Mi Home, & @Flipkart. pic.twitter.com/XdQx53JDFv— Redmi India (@RedmiIndia) May 20, 2019
ડ્યૂઅલ સિમ રેડમી નોટ 7Sમાં 6.3 ઈંચની એચડી પ્લસ ડિસ્પલે આપેલી છે. ફોન MIUI10 સાથે એન્ડ્રોઈડ પાઈ પર કામ કરતું રહેશે. ફોન સ્પ્લેશ-રેસિસ્ટેન્ટ કોટિંગ સાથે સ્માર્ટફોનના ફ્રંટ અને બેક પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપ્યું છે. રેડમી નોટ 7Sમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 SoC પ્રોસેસર આપેલું છે.
ખાસ કેમેરા સેન્સર

ફોટો અને વીડિયો માટે ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. જેમાં 48MPના પ્રાઈમરી સેન્સર સાથે 5MP સેકન્ડરી સેન્સર આપેલું છે. ફોનના ફ્રંટમાં AI પોર્ટ્રેટ મોડ અને AI ફેસ અનલોક સાથે 13MP સેન્સર આપેલું છે. ફોનમાં 4000mAhની બેટરી સાથે ક્વિક ચાર્જ 4 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપેલું છે. કનેક્ટિવિટી માટે યૂએસબી ટાઈપ-સી પોર્ટ, 3.5 એમએમ ઓડિયો જેક, બ્લ્યૂટૂથ અને વાઈ-ફાઈ સપોર્ટ શામેલ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2LTBLot
No comments:
Post a Comment