2019ના વર્લ્ડકપની આજથી શરૂઆત
નવી દિલ્હીઃ વનડે ક્રિકેટનો મહાકુંભ આઈસીસી વર્લ્ડકપ આજથી શરૂ થઈ રહ્યો છે. આ વખતે ભારત અને મેજબાન ઈંગ્લેન્ડને ટાઈટલના પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. ભારત ત્રીજી વખત અને ઈંગ્લેન્ડ પહેલીવાર આ ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. ઈંગ્લેન્ડ અને વેલ્સની સંયુક્ત મેજવાનીમાં આ ટૂર્મામેન્ટ 30મેથી 14 જુલાઈ સુધી રમાશે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં હાલની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ભારત, વેસ્ટ ઈન્ડીઝ, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા શામેલ છે. આ વખતના વર્લ્ડકપમાં કઈ ટીમ કેટલી મજબૂત છે તેના પર એક નજર કરીએ…
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ભારત
વર્ષ 1983 અને 20111ની વર્લ્ડકપ ચેમ્પિયન ભારતને આ વખતે દરેક ટાઈટલ જીતવા માટે દાવેદાર માની રહ્યા છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે 2018માં એશિયા કપ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડીઝ સામે પણ સીરિઝ જીતી. ટીમે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને તેમના જ ઘરમાં વનડે સીરીઝ હરાવીને સાબિત કરી બતાવ્યું હતું કે તે ઘરઆંગણે જ નહીં વિદેશમાં પણ ટાઈટલ જીતવાની દાવેદાર છે. ભારતીય ટીમ ક્રિકેટના ત્રણેય વિભાગો બોલિંગ, બેટિંગ અને ફિલ્ડીંગમાં સંતુલિત છે, જે તેનો પ્લસ પોઈન્ટ મનાઈ રહ્યો છે.
ઈંગ્લેન્ડ
ભારતના સાથે જો કોઈ ટીમને વર્લ્ડકપ માટે દાવેદાર મનાઈ રહી હોય તો તે મેજબાન ઈંગ્લેન્ડ છે. 1975માં વર્લ્ડકપ શરૂ થવાથી લઈને અત્યાર સુધી ઈંગ્લેન્ડે દરેક વખતે ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. પરંતુ આજ સુધી ચેમ્પિયન નથી બની શકી. ઈંગ્લેન્ડની ટીમ ત્રણ વખત 1979, 1987 અને 1992માં ફાઈનલ સુધી પહોંચી છે પરંતુ ત્રણેય વખતે તેને રનરઅપ ટીમ તરીકે સંતોષ કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડને આ વખતે ઘરેલું પરિસ્થિતિઓનો ફાયદો મળશે. ઈયાન મોર્ગનની કેપ્ટનશિપમાં ટીમ હાલ વનડે રેન્કીંગમાં પહેલા સ્થાને છે. ટીમ પાસે જોની બેયરસ્ટો, જો રૂટ, ઈયાન મોર્ગન અને જોશ બટરલર જેવા વિસ્ફોટક ખેલાડીઓ છે.
ઓસ્ટ્રેલિયા
વર્લ્ડકપના ઈતિહાસની સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન હોવાના કારણે પોતાનું ટાઈટલ જાળવી રાખવાની સમસ્યા છે. સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરની બોલ ટેમ્પરિંગ કાંડ બાદ ફરી કમબેક થયું છે. સ્મિથ અને વોર્નર ટીમના મુખ્ય સ્તંભ છે. વર્ષ 1987, 1999, 2003, 2007 અને 2015ની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા માટે રાહતની બાત એ છે કે વર્લ્ડકપ પહેલા જ ટીમના ખેલાડીઓ ફોર્મમાં છે.
સાઉથ આફ્રિકા
વર્લ્ડકપમાં ‘ચોકર્સ’ના નામથી જાણીતી બનેલી સાઉથ આફ્રિકન ટીમ પાસે તેમના પર લાગેલા આરોપો ખોટા પાડવાની તક છે. વર્ષ 1992, 1999, 2007 અને 2015માં સેમીફાઈનલ સુધી પહોંચેલી સાઉથ આફ્રિકન ટીમ પોતાના ખેલાડીઓના દમ પર સેમીફાઈનલથી આગળ પહોંચવાનો પ્રયાસ કરશે. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, ક્વિન્ટન ડિ કોક, હાશિમ આમલા અને ડેવિડ મિલર જેવા અનુભવી બેટ્સમેનો હશે. જ્યારે કગિસો રબાડા અને લુંગી નગિડી ગેમ ચેન્જર બની શકે છે.
ન્યૂઝીલેન્ડ
પાછલા વર્લ્ડકપમાં ફાઈનલ સુધી પહોંચનારી ન્યૂઝીલેન્ડની ટીમ પણ કમાલ કરી શકે છે. 6 વખત સેમીફાઈનલ સુધી પહોંચનારી ટીમ પાસે રોસ ટેલર, માર્ટિન ગુપ્ટિલ અને કેન વિલિયમ્સન જેવા અનુભવી બેટ્સમેન છે. ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી અને લોકી ફર્ગ્યુસન કિવી ટીમનું સપનું પૂરું કરી શકે છે.
વેસ્ટ ઈન્ડીઝ
બે વખતની વર્લ્ડ વિજેતા વેસ્ટ ઈન્ડીઝની ટીમ પાસે વિસ્ફોટક બેટ્સમેનો છે. પરંતુ બોલિંગમાં ટીમ પાસે અનુભવ નથી. ઉપરાંત 2011 અને 2015ના વર્લ્ડકપમાં ટીમ ક્વાર્ટર ફાઈનલ સુધી જ પહોંચી શકી હતી. ટીમ 2017માં 22 મેચોમાંથી માત્ર 3 મેચો જીતી છે. જ્યારે 2018માં 18 મેચોમાંથી માત્ર 8માં જીત મળી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી ચૂકેલા ક્રિસ ગેઈલ પોતાના અંતિમ વર્લ્ડકપને યાદગાર બનાવવા ઈચ્છશે. અંતિમ પ્રેક્ટિસ મેચમાં આ ટીમે ન્યૂઝીલેન્ડ જેવી ટીમ સામે 421 રનનો પહાડ જેવા ટાર્ગેટ બનાવ્યો હતો.
પાકિસ્તાન
બે વર્ષ પહેલા ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી પાકિસ્તાની ટીમને લઈને કોઈ ભવિષ્યવાણી કરવી ઉતાવળું હશે. સરફરાજ અહમદની ટીમ પાસે બેટિંગમાં બોલિંગ લાઈનમાં છે તેવી આક્રમકતા નથી. ટીમના સૌથી અનુભવી ખેલાડી શોએબ મલિક અત્યાર સુધી 284 વનડે મેચ રમી ચૂક્યો છે. ઉપરાં મોહમ્મદ આમિર, બાબર આઝમ જેવા મુખ્ય ખેલાડીઓ ટીમ માટે મહત્પૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
શ્રીલંકા
વર્ષ 1996ની વર્લ્ડકપ વિજેતી શ્રીલંકાની ટીમ માટે લીમિટેડ ઓવરોની ક્રિકેટ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. પાછલા વર્લ્ડકપમાં ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થનારી શ્રીલંકાની ટીમ પાસે દિગ્ગજોની કમી છે. વર્લ્ડકપ જીતવા માટે ટીમમાં જે સંયોજન જોઈએ તે શ્રીલંકાની ટીમમાં જોવા નથી મળી રહ્યું.
બાંગ્લાદેશ
2015માં વર્લ્ડકપમાં ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચનારી બાંગ્લાદેશની ટીમે આ બાદ પ્રદર્શનમાં સતત સુધારો કર્યો છે. ટીમ 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમીફાઈનલ સુધી પહોંચી હતી. બાંગ્લાદેશ પાસે એવા ખેલાડીઓ છે જે વનડેમાં પ્રભાવી સાબિત થઈ શકે છે. પરંતુ આ ટીમ વધારે ઉત્સાહમાં આવીને મોટી ભૂલો કરી બેસે છે. સાથે જ તેમના પ્રદર્શનમાં નિરંતરતા નથી જે એક મોટી સમસ્યા છે.
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનની ટીમ બીજી વખત વર્લ્ડકપમાં ભાગ લઈ રહી છે. 2018માં એશિયા કપમાં તેણે શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવ્યું હતું અને ભારત સાથે ટાઈ મેચ કરીને બતાવી દીધું કે આગામી વર્લ્ડકપમાં તેને ઓછી આંકવી અન્ય ટીમો માટે મોટી ભૂલ હોઈ શકે. ટીમ બેટિંગમાં કમજોર દેખાતી હોવા છતાં બોલિંગમાં અન્ય ટીમો માટે ઘાતક સાબિત થઈ શકે છે. લેગ સ્પિનર રાશિદ ખાન અફઘાનિસ્તાન માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2EJo1Xl
No comments:
Post a Comment