કોંગ્રેસનું કંગાળ પ્રદર્શનઃ
બિભુદત્તા પ્રધાન, અર્ચના ચૌધરી, શિવાની કુમારેસનઃ ગયા અઠવાડિયે જંગી બહુમતિ સાથે જીતીને નરેન્દ્ર મોદીએ ન માત્ર આખી દુનિયાને ચોંકાવી દીધી પણ સાથે સાથે 134 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીને પણ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકી દીધી છે. માનવામાં આવે કે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનો હિસ્સો એક સમયે ભારતને સ્વતંત્રતા અપાવનાર મોટા મોટા નેતાઓ હતા? 23મી મેએ જાણે આ દિગ્ગજ પાર્ટીએ પોતાના હથિયાર જ હેઠા મૂકી દીધા. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા જ નામ ન આપવાની શરતે કહે છે કે પાર્ટીએ પૈસા ન આપતા તેમણે હોસ્પિટલમાં દાખલ થયાનું બહાનું કરીને પ્રચાર કરવાનું ટાળ્યું હતું. કોંગ્રેસને 543માંથી માત્ર 52 જ સીટ મળી છે જે 2014 જેટલું જ ખરાબ પ્રદર્શન છે. દેશના 29 રાજ્યોમાંથી અડધામાં તો કોંગ્રેસને 1 સીટ જીતવામાં પણ સફળતા નથી મળી.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
રાહુલ ગાંધીનું શું કરવું?
ઈતિહાસકાર અને કોલમિસ્ટ રામચંદ્ર ગુહા જણાવે છે, “કોંગ્રેસ લુપ્ત થવાના આરે છે, અને તેનો તાજેતરનો રેકોર્ડ જોતા તો લાગે છે કે તેણે હવે મરી જ જવું જોઈએ.” તેમણે ઉમેર્યું, “પરંતુ એ ન ભૂલવું જોઈએ કે તે એક સમયે જીવંત હતી અને વિકસી હતી. કોંગ્રેસે લોકશાહીના એવા મૂલ્યોનું સિંચન કર્યું છે જે પાર્ટીના અસ્તિત્વથી વિશેષ છે.” હવે મોટો સવાલ એ છે કે રાહુલ ગાંધીનું શું કરવું? તે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વંશજ છે અને ઈન્દિરા ગાંધી પછી પાર્ટીમાં સૌથી લાંબુ ટકનાર નેતા છે. કોંગ્રેસ પાર્ટીએ હાર પછી રાહુલ ગાંધીનું રાજીનામુ સ્વીકારવાની ના પાડીને તેમના માથે પાર્ટીને ફરી ઊભી કરવાની જવાબદારી મૂકી છે. પરંતુ પાર્ટીના ટોચના લોકોમાં જ સંશય છે કે ગાંધી પરિવારે પાર્ટીનું નેતૃત્વ કરવું જોઈએ કે નહિ.
કોંગ્રેસમાં શું ખૂટે છે?
લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ કાર્યકર્તાઓ કોંગ્રેસના નેતૃત્વની ટીકા કરી રહ્યા છે. તેમને લાગે છે કે પાર્ટીના લીડરમાં ચૂંટણી પહેલા સાથીદારો શોધવાની સૂઝ-સમજ નથી. આ ઉપરાંત છ મહિના પહેલા કોંગ્રેસે ભાજપ પાસેથી જે ત્રણ રાજ્યો આંચકી લીધા તેમાં પણ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં હારી ગઈ છે. કોંગ્રેસ માટે કામ કરનાર 29 વર્ષના ટેક્નોલોજી પ્રોફેશનલ અક્ષય બજાજ જણાવે છે, “અત્યારે કોંગ્રેસમાં નેતૃત્વની દૃષ્ટિએ શૂન્યાવકાશ સર્જાયો છે. એવા લોકોની અછત છે જે સમયસર અને સાચા નિર્ણયો લઈ શકે અને તેમને લાંબા ગાળા માટે અમલમાં મૂકી શકે.” કોંગ્રેસ એક એવી પાર્ટી છે જેણે સ્વતંત્ર ભારતમાં પહેલીવાર સરકાર ચલાવી હતી. તેમણે બંધારણને છૂટછાટવાળું અને બિનસાંપ્રદાયિક બનાવ્યું છે. થોડા દાયકા અગાઉ તેમણે ભારતીય અર્થતંત્રનું પણ ઉદારીકરણ કર્યું હતું જેને કારણે દેશમાં વધુ વિદેશી રોકાણ આવ્યું હતું.
વોટ શેરમાં પણ ઘટાડોઃ
એક સમયે કોંગ્રેસને હંમેશા 25 ટકાથી વધુ જ વોટ શેર મળતો હતો. હવે આ સંખ્યા ગગડીને 20 ટકાથી ઓછી થઈ જાય તેવી શક્યતા છે. દિલ્હીના સેન્ટર ફૉર પોલિસી રિસર્ચના જણાવ્યા મુજબ આનો અર્થ એ થઈ શકે છે કે પાર્ટી મરણપથારીએ છે. કોંગ્રેસ પાર્ટીને ફંડ નથી મળતું તે એક મોટી અડચણ બની શકે. આ માટે પાર્ટીને ટેકેદારોનું નેટવર્ક ઊભુ કરવામાં, નવા નેતા તૈયાર કરવામાં અને ચૂંટણીમાં કરેલા વચનો જેવા કે ખેડૂતોને લોન માફી, બેઝિક ઈન્કમ સપોર્ટ વગેરે પૂરા કરવામાં તકલીફ પડશે. તેની સામે મોદીએ ચૂંટણી લક્ષી મજબૂત સિસ્ટમ બનાવી છે જેમાં તેમણે ગરીબો માટે જે કામ કર્યું તેને હાઈલાઈટ કરવામાં આવે છે. તેમની શૈલી હિન્દુ રાષ્ટ્રવાદી પંથને પસંદ આવી છે. આ કારણે 1984માં કોંગ્રેસને મળેલી જીત બાદ આ વખતે દેશના ઈતિહાસમાં મોદીને સતત બીજી વખત મેજોરિટી મળી છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રી જણાવે છે, “ચૂંટણીમાં દૃષ્ટિકોણ મહત્વનો છે અને આજકાલ હવે તે જ ગાયબ છે. રાષ્ટ્રવાદમાં કોંગ્રેસ ભાજપના પ્રચારનો મજબૂત જવાબ ન આપી શકી.”
રાહુલ ગાંધીની મહેનત એળે ગઈઃ
રાહુલ ગાંધીએ પણ આ ચૂંટણી માટે ખાસ્સી મહેનત કરી હતી. તેમણે પોતાની મજબૂત ટીમ બનાવી, સારા આયોજન માટે ડેટા ભેગો કર્યો, સોશિયલ અને ડિજિટલ મીડિયાની ટીમ બનાવી પોતાની અને પાર્ટીની ઈમેજ સુધારવાની કોશિશ કરી. રાહુલે 145 જેટલી રેલી કરી જેમાં મોદી સરકારની નોકરીની પૂરતી તકો ઊભી કરવાની અક્ષમતા બદલ ટીકા કરી અને સાથે જ રફાલ ડીલનો મુદ્દો પણ ઉછાળ્યો. રાહુલના બધા જ પ્રયત્નો પાણીમાં ગયા. હવે કોંગ્રેસ માટે આગળનો રસ્તો ધૂંધળો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી સલમાન ખુર્શીદ જણાવે છે, “લીડર તરફથી અત્યાર સુધી કોઈ વ્યવસ્થિત પ્રતિભાવ આવ્યો નથી. અમારે વધુ વાતચીતની જરૂર છે. અત્યારે આઘાતની સ્થિતિ છે.”
from Page Array – I Am Gujarat http://bit.ly/2YUx1R5
No comments:
Post a Comment