Latest

Thursday, May 30, 2019

મોદીની શપથવિધિ: રાષ્ટ્રપતિ ભવનમાં છેલ્લા 48 કલાકથી બની રહી છે એક ખાસ દાળ

છએક હજાર મહેમાનોની હાજરી

નવી દિલ્હી: મોદી પોતાના બીજા કાર્યકાળ માટે આજે સાંજે સાત વાગ્યે શપથ લેવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં થનારા આ શપથ ગ્રહણ સમારોહમાં પાંચથી છ હજાર અતિથિ હાજર રહેશે. આ આયોજનને ભપકાદાર નહીં પરંતુ સરળ અને સાદો રાખવાની કોશીશ કરવામાં આવી છે. આ સમારોહમાં ભોજન વ્યવસ્થાને પણ સાધારણ જ રાખવામાં આવી છે.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

ચા સાથે સમોસા અને રાજભોગ

હાઈ ટી સાથે મહેમાનોને વજિટેરિયન વાનગીઓ પરોસવામાં આવશે, જેમાં ભારતીયોના ફેવરિટ સમોસા ઉપરાંત પનીર ટિક્કા, રાજભોગ અને લેમન ટાર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય રાત્રે નવ વાગ્યે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વેજિટેરિયન અને નોન વેજિટેરિયન વાનગીઓ પરોસવામાં આવશે. વેજમાં ખાસ હશે દાલ રાયસીના, જે મહેમાનોને ખાસ પરોસવામાં આવશે.

રાષ્ટ્રપતિ ભવનની ખાસ છે દાલ રાયસીના

રાષ્ટ્રપતિ ભવનના કિચનની સ્પેશિયાલિટી છે દાલ રાયસીના, જેને બનાવવામાં 48 કલાકનો સમય લાગે છે અને તેના કારણે જ આ દાળને બનાવવાની તૈયારી મંગળવારથી ચાલી રહી છે. આ દાળને બનાવવામાં ઉપયોગમાં લેવાનારી સામગ્રીઓને ખાસ લખનઉથી મગાવવામાં આવી છે.

દાળ બનાવવાના સમયને લઈને વિવાદ

એવું કહેવાય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના કાર્યકાળ દરમિયાન શેફ મછિન્દ્ર કસ્તુરીએ દાલ રાયસીનાની શરુઆત કરી હતી, અને શેફ કસ્તુરીનો દાવો છે કે આ દાળ બનાવવામાં છ થી આઠ કલાકનો જ સમય લાગે છે, જ્યારે રાષ્ટ્રપતિ ભવનના હાલના શેફ મોન્ટી સૈનીનું કહેવું છે કે આ દાળ બનાવવામાં 48 કલાકનો સમય લાગે છે. શેફ કસ્તુરીનું કહેવું છે કે, આ દાળ ખાવામાં મલમલ જેવી સુવાળી લાગે છે, અને તેને બનાવવામાં હળવા મસાલા અને કસૂરી મેથીના પત્તાનો ઉપયોગ થાય છે, જે આ દાળના સીક્રેટ ઈન્ગ્રીડિએંટ છે.

કાળા અડદની ખાસ મસાલા સાથેની દાળ

આ દાળ બનાવવા માટે કાળી અડદની દાળનો ઉપયોગ થાય છે. આ દાળને બનાવવામાં ખાસ્સો સમય લાગે છે, માટે તેને આખી રાત પાણીમાં પલાળીને રાખવામાં આવે છે, અને બીજા દિવસે બનાવતા પહેલા પાંચેક વાર ધોઈને તેને કૂકરમાં સારી રીતે બાફવામાં આવે છે. તેના પછી કેટલાક ખાસ મસાલા સાથે દાળને ધીમી આંચ પર બનાવાય છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2HLHtER

No comments:

Post a Comment

Pages