Latest

Wednesday, May 22, 2019

Zomato પર તમે જે ઓર્ડર કેન્સલ કરો છો તેને ગરીબ બાળકોમાં વહેંચે છે આ યુવાન

યુવાન કરે છે ગરીબ બાળકો માટે કામઃ

આ યુવાનનું નામ છે પથીકૃત સહા. તે કલકત્તામાં રહે છે અને ઝોમેટોમાં ડિલીવરી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. આપણે Zomato પર ઓર્ડર કર્યા પછે જે કેન્સલ કરીએ છે તે ભોજન ગરીબ બાળકોમાં વહેંચી દે છે. આ માટે તેમણે એક NGOની મદદ લીધી છે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

4 વર્ષ પહેલાથી શરૂ થયો સિલસિલોઃ

એક ઓનલાઈન પબ્લિકેશન સાથેની વાતચીતમાં સાહાએ જણાવ્યું, “આ ઉમદા કામ કરવાનો વિચાર મને ચાર વર્ષ પહેલા આવ્યો હતો. હું દમ દમ કેન્ટ પાસે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક બાળક મારા પગે પડી ગયું. તે મારી પાસે પૈસા માંગવા માંડ્યું. તેને સસ્તા ડ્રગ માટે પૈસા જોઈતા હતા. હું પૈસા આપત તો તે નશો કરત. મેં તેને સમજાવ્યો પણ તે માન્યો નહિ. મેં એને લાફો માર્યો અને તે નીચે પડી ગયો, આ રીતે શરૂ થઈ કહાની.”

નોકરી છોડીઃ

સાહા પહેલા કલકત્તા નગર નિગમમાં કામ કરતા હતા. આ ઘટનાએ તેમને ખાસ્સા પ્રભાવિત કર્યા. તેમણે પછી નોકરી છોડી દીધી. મનમાં નક્કી કરી લીધુ કે તે ગરીબ બાળકોની મદદ કરશે. તેમણે રસ્તે રહેતા, જેના માતા-પિતા નથી, જે ભૂખ્યા છે, જેના પાસે કપડા નથી, ભણતર નથી એવા બાળકો સાથે જોડાવાનું શરૂ કર્યું.

ભણાવવાનું શરૂ કર્યું:

સાહાએ ગલીમાં ફરતા બાળકોને ભેગા કર્યા, સમજાવ્યું, લાલચ આપી જેથી ભણતર તરફ બાળકોનો ઝુકાવ વધે. ઘણા બાળકોએ ક્લાસ જોઈન કર્યા. તે બાળકોને બેઝિક વિષયો ભણાવવા માંડ્યા. ત્યાંથી તેમને સરકારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું અને તેમનો પાયો મજબૂત કર્યો.

પછી ઝોમેટોમાં જોડાયોઃ

ગુજરાન ચલાવવા માટે સાહાએ ઝોમેટો જોઈન કરી લીધું અને ડિલીવરી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરવા માંડ્યો. તેને સપનેય ખ્યાલ નહતો કે તેની આ જૉબ બાળકોને વધુ ફાયદો કરાવશે. તે રોજ જોતો કે રેસ્ટોરામાં ખાસ્સુ ફૂડ વેસ્ટ જાય છે. તેમણે એક રેસ્ટોરાંના માલિકને સૂચન આપ્યું કે જે ભોજન વધે છે તે ગરીબ બાળકોને આપી શકાય જે એક એક કોળિયા માટે તરસે છે. આ આઈડિયા ક્લિક કરી ગયો અને આ વેસ્ટ થતુ ફૂડ ગરીબ બાળકોને મળવા માંડ્યું.

કેન્સલ ઓર્ડર પણ ડોનેટ થવા માંડ્યાઃ

ત્યાર પછી સાહા રેસ્ટોરાંમાં કેન્સલ થતા ઓર્ડરને પણ ગરીબ બાળકોમાં વહેંચવા માંડ્યા અને રેસ્ટોરાંના માલિકોએ તેમનો ખૂબ સાથ આપ્યો. અગાઉ જે ઓર્ડર કેન્સલ થતા હતા તે ડિલિવરી વાળાને આપી દેવાતો હતો. હવે સાહા એપ સાથે સીધી રીતે જોડાઈ ગયો છે. તેણે પોતાની Help Foundation નામની NGOનું રજિસ્ટ્રેશનકરાવી લીધું છે. જે ઓર્ડર કેન્સલ થાય તે તેમને મળે છે અને તે આ ઓર્ડર ગરીબ બાળકોમાં વહેંચી દે છે.

એક કાંકરે બે પક્ષીઃ

સાહા કહે છે, “રેસ્ટોરાંમાં ઘણુ ફૂડ બરબાદ થાય છે. જો તેનો 1 ટકો પણ ગરીબ બાળકો સુધી પહોંચે તો આપણે ભૂખમરા અને કુપોષણ પર અમુક હદ સુધી કાબુ મેળવી શકીએ છીએ. મારી રેસ્ટોરાં માલિકોને અપીલ છે કે તે ભોજન બરબાદ ન કરે.”



from Page Array – I Am Gujarat http://bit.ly/30APiEQ

No comments:

Post a Comment

Pages