આજે જાણિતા અભિનેત્રી સુપ્રિયા પિલગાંવકરનો જન્મદિવસ છે. સુપ્રિયા સહિત આજે જન્મેલા તમામ લોકોને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. જાણો આજે જન્મેલા જાતકોના આગામી વર્ષ માટેની વાર્ષિક ભવિષ્યવાણી..
નવું વર્ષ ચાંદીના પગલે પ્રવેશ કરી રહ્યું છે. ઓગસ્ટના બાકીના દિવસોમાં રાજકીય ક્ષેત્રે લાભ થશે. સપ્ટેમ્બરમાં ગ્રહચાલ મધ્યમ છે. ગુપ્ત શત્રુઓના ષડ્યંત્રથી બચો. ઓક્ટોબરથી નવેમ્બરના અંત સુધીમાં પૂર્વાપેક્ષા શુભ રહેશે. વ્યયથી વધારે લાભ થશે. કુશળ જાતકોનું ભાગ્ય ડિસેમ્બરથી જાન્યુઆરી 2020 સુધી રહેશે.
બુધના સહયોગથી જાતકોને બૌદ્ધિક, ધાર્મિક અને વ્યસાયિક પ્રવાસમાં ફાયદો થશે. ફેબ્રુઆરી માર્ચના કેટલાક બિનજરુરી પ્રપંચોનો સામનો કરવો પડશે. બૌદ્ધિક કાર્યો સાથે જોડાયેલા મહાનુભાવો આ વર્ષે એપ્રિલમાં પોતાના કામકાજનો વિસ્તાર કરશે. જો જાતકો નોકરી-ધંધા સાથે જોડાયેલા છે તો મનોવાંછિત જગ્યા પર બદલાવ પણ મેથી જૂનમાં જોવા મળશે
1 જુલાઈ 2020થી લઈને ઓગસ્ટ 15 2020 સુધી તમામ સ્થિતિઓ સમાન્ય રહેશે. મહિલાઓને વર્ષ દરમિયાન લાભ થશે. વિદ્યાર્થીઓને નિયમિત સહજ પરિશ્રમથી સફળતા પ્રાપ્ત થશે. ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરો. સામાજિક સમ્માન મળવાથી સમગ્ર વર્ષ દરમિયાન તમારું મનોબળ મજબૂત રહેશે. તો લાંબા સમયથી લટકેલો પુત્ર અને પુત્રી સંબંધિત વિવાદ હલ થશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2N7vJ2x
No comments:
Post a Comment