અમદાવાદ: બુધવારે રામોલ પોલીસે રાણીપના રહેવાસી કિરણ ગલસર (43 વર્ષ) અને CTM ચાર રસ્તા પાસે રહેતા ભીખા ગજ્જરની 52 બોગસ HSRP (હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) નંબર પ્લેટ સાથે ધરપકડ કરી છે. સીનિયર પોલીસ ઓફિસરે જણાવ્યું કે, વાહનનો નંબર તો આરટીઓએ આપ્યો હતો. પરંતુ નંબર પ્લેટ બનાવી હતી તેઓ RTO અધિકૃત નહોતા. ‘આવી નંબર પ્લેટ સિક્યુરિટી માટે જોખમી સાબિત થઈ શકે છે’, તેમ પોલીસે જણાવ્યું.
ઝોન-5ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અક્ષયરાજ મકવાણાએ કહ્યું, “આ કૌભાંડની કડી મુંબઈ સાથે જોડાયેલી છે. આરોપી મુંબઈથી ‘IND’ લખેલા સ્ટીકર લાવતો હતો અને ક્યારેક તો ત્યાંથી નકલી HSRP નંબર પ્લેટ જ લઈ આવતો હતો. આ રેકેટમાં સંડોવાયેલા લોકોની માહિતી મેળવવા અમારી એક ટીમ મુંબઈ રવાના કરી છે.”
રામોલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર કે. એસ. દવેએ કહ્યું, “બુધવારે રાત્રે પેટ્રોલિંગ કરતા હતા ત્યારે અમને બાતમી મળી હતી કે નૈયા પેરાડાઈઝથી એક શખ્સ બોગસ નંબર પ્લેટ લઈને આવવાનો છે. અમે ત્યાં વોચ ગોઠવીને કિરણ ગલસારને ઝડપી લીધો. તેની પાસેથી 42 HSRP રજિસ્ટ્રેશન નંબર પ્લેટ મળી હતી. પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે, સીટીએમ ચાર રસ્તા પાસે રહેતા ભીખા ગજ્જર પાસે તેણે આ નંબર પ્લેટ બનાવડાવી હતી.”
રામોલ પોલીસે ભીખા ગજ્જરના ઘરે દરોડા પાડ્યા અને ત્યાંથી બીજી 10 બોગસ HSRP નંબર પ્લેટ મળી આવી. DCP અક્ષયરાજ મકવાણાએ કહ્યું, “જો કોઈ પોલીસ વાહન પર આ નંબર પ્લેટ લાગેલી જોવે તો તેને અસલી જ લાગે. એટલે આ મુદ્દો ગંભીર છે.”
from Page Array – I Am Gujarat https://ift.tt/2Z9ImR5
No comments:
Post a Comment