ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારના રોજ કેવડીયા કોલોનીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે, નર્મદા ડેમનું કન્સ્ટ્રક્શન પૂરુ થઈ ચૂક્યું છે તેથી ડેમને સંપૂર્ણ જળાશય સ્તર (FRL) 138 મીટર સુધી ભરવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની મંજૂરી લેવાની જરૂર નથી.
સીએમ રૂપાણીએ જણાવ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SoU)સાઈટને ‘ટોટલ ટુરિઝમ સેન્ટર’ તરીકે વિકસિત કરાશે, કે જેથી તેની મુલાકાતે આવતા પ્રવાસીઓ અહીંયા 2-3 દિવસ સુધી રોકાણ કરી શકે. શુક્રવારે વિજય રૂપાણીની સાથે સરકારના કેટલાક અધિકારીઓએ પણ ટુરિસ્ટ સાઈટ પર ચાલી રહેલા વિકાસના કામોનું નિરીક્ષણ કર્યું હતું.
રૂપાણીએ જણાવ્યું કે ડેમને 138 મીટરની સપાટી સુધી ભરવા માટે ટેકનિકલ માર્ગદર્શનની સાથે-સાથે પૂરતાં સાવચેતીનાં પગલાં પણ ભરવામાં આવશે. નર્મદા ડેમનું સંપૂર્ણ જળાશય સ્તર 138.66 મીટર છે. ડેમમાં પાણીની સપાટી હાલમાં 132 મીટર છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાઈટની મુલાકાત લેશે તેવી શક્યતાની સાથે યોજનાઓનું પ્લાનિંગ અને અમલીકરણના ધોરણે પ્રોજેક્ટ્સનો અમલ કરવામાં આવશે. પીએમ મોદીના શેડ્યૂલની જાહેરાત હજુ સુધી કરાઈ નથી, ત્યારે અધિકારીઓએ કહ્યું કે તેઓ 17મી સપ્ટેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને વિવિધ દેશોમાં રહેલા ભારતના રાજદૂતોને કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે.
થોડા દિવસ પહેલા રાજ્ય સરકારના અધિકારીઓએ કહ્યું હતું કે તેઓએ આગામી 50 દિવસમાં નર્મદા ડેમને તબક્કાવાર રીતે સંપૂર્ણ જળાશય સ્તર (FRL) સુધી ભરવાની યોજના બનાવી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ના MD રાજિવ ગુપ્તાએ અગાઉ કહ્યું હતું કે ડેમ સેફ્ટી મેન્યુઅલની જોગવાઈ મુજબ દર 48 કલાકે પાણીના સ્તરમાં 0.30 મીટરનો વધારો કરવામાં આવશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/30c5k7p
No comments:
Post a Comment