નવી દિલ્હીઃ ભારતની ‘પહેલા પાડોશી’ નીતિને પોતાની બીજી ટર્મમાં આગળ વધારતા વડાપ્રધાન મોદી આજથી બે દિવસીય ભૂટાન પ્રવાસે જઈ રહ્યા છે. 17-18 ઓગસ્ટ દરમિયાન ચાલનારા આ પ્રવાસ દરમિયાન બંને દેશ દ્વિપક્ષી સંબંધો, પારસ્પરિક હિત સાથે જોડાયેલ જુદા જુદા વિષયો પર વ્યાપક ચર્ચા કરશે. જેમાં જળવિદ્યુત ક્ષેત્રમાં સહયોગ સહિત બંને દેશના લોકો વચ્ચે સંપર્ક વધારવાની વાત પણ છે. મોદીના પ્રવાસ પહેલા 15 ઓગસ્ટે ભૂટાને પોતાના સત્તાવર નિવેદનમાં મોદીના વખાણ કરતા કહ્યું હતું કે તે એક એવા વ્યક્તિ છે જે ભારતને આગળ લઈ જવા માગે છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી ભૂટાનના વડાપ્રધાન ડૉ. લોટે શેરિંગના આમંત્રણ પર ત્યાં જઈ રહ્યા છે. મોદી આ દરમિયાન ભૂટાનના રાજા નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને ભૂટાનના ચોથા રાજા જિગ્મે સિગ્યે વાંગચુક સાથે મુલાકાત પણ કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પોતાના બીજા કાર્યકાળમાં ભૂટાનની વડાપ્રધાનની યાત્રા દર્શાવે છે કે ભારત પોતાના ભરોસાપાત્ર મિત્ર ભૂટાન સાથેના સંબંધોને કેટલું મહત્વ આપે છે.
ભૂટાનના વડાપ્રધાન ડૉ. શેરિંગે 15 ઓગસ્ટના દિવસે ફેસબૂક પર પોતાના ભારત યાત્રા અને દિલ્હીની મુલાકાતને યાદ કરતા જણાવ્યું હતું કે ‘પોતાના દેશની વૈવિધતા અને જટિલતાને ધ્યાને રાખીને મોટા નિર્ણયો લેનારા વડાપ્રધાન મોદી જમીન સ્તરે ખૂબ જ મજબૂત નેતા છે.’ પીએમ મોદીના સ્વભાવ વિશે જણાવતા તેમણે કહ્યું કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના નેતા હોવા છતા તેઓ ખૂબ જ વિનમ્ર અને સાહજીક છે.
ભૂટાનના પીએમની ફેસબુક પોસ્ટને વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટર પર શેર કરી હતી. વડાપ્રધાન લોટે શેરિંગની પોસ્ટને શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે, ‘ભૂટાનના PMએ એક સુંદર પોસ્ટ શેર કરી છે. મને થયું કે હું પણ તે પોસ્ટ તમારી સાથે શેર કરું.’
(એજન્સી ઇનપુટ સાથે)
from Page Array – I Am Gujarat https://ift.tt/2Za0fiz
No comments:
Post a Comment