Latest

Monday, August 19, 2019

કડક સૂરક્ષા વચ્ચે આજથી ખુલી ગઈ શ્રીનગરની 190થી વધારે પ્રાઈમરી સ્કૂલો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરાઈ અને જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ છૂટું પાડીને બન્ને રાજ્યોને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યા પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને 190થી વધુ પ્રાઈમરી સ્કૂલો બંધ રાખવામાં આવી હતી જેને આજે ખોલી દેવામાં આવી છે. પાછલા કેટલાક દિવસોથી ઘરોમાં કેદ બાળકો આજે ફરી ઉત્સાહ અને ઉમંગ સાથે સ્કૂલ જવા માટે તૈયાર છે. સિનિયર ક્લાસિસની સ્કૂલો થોડા સમય માટે ખોલવામાં આવશે. જેટલા દિવસ સ્કૂલ બંધ રહી છે, તેના બદલામાં આ મહિના પછી પૂરક પરીક્ષાઓ લેવામાં આવશે. સ્થિતિ સામાન્ય થતાની સાથે અન્ય જિલ્લાઓની સ્કૂલો પણ ખોલી દેવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે માત્ર શ્રીનગરની પ્રાઈમરી સ્કૂલ જ ફરી શરુ કરવામાં આવી રહી છે. જે વિસ્તારમાં સ્કૂલો ખોલવામાં આવશે તેમાં લાસજાન, સાંગરી, પંથચોક, નૈગામ, રાજબાગ, જવાહર નગર, ગગરીબાલ, ધારા, થીડ, બાટમાલુ અને શાલ્ટેંગનો સમાવેશ થાય છે. સ્થિતિ સામાન્ય થતા ધીરે-ધીરે કાશ્મીર વેલીમાંથી પ્રતિબંધ ઢીલ આપવામાં આવી રહી છે. સ્થાનિક અધિકારી સ્થિતિની મુલાકાત લઈ રહ્યા છે. જલદી અન્ય પ્રતિબંધો પણ ઉઠાવી લેવાશે.

બાળકોની સુરક્ષાની વ્યવસ્થા

રોહિત કંસલે જણાવ્યું કે શ્રીનગર ડેપ્યુટી કમિશનર શાહિદ ઈકબાલ ચૌધરીએ શનિવારે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્કૂલોના પ્રમુખોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જિલ્લામાં કૉલેજોને ખોલવા મામલે ગહન ચર્ચા થઈ. વિદ્યાર્થીઓની સુરક્ષા જિલ્લા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ચિંતા છે અને સુરક્ષા નિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા કરાઈ છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2KW1ARb

No comments:

Post a Comment

Pages