Latest

Sunday, August 18, 2019

ફાર્મા શેરો 5 વર્ષના તળિયે, પસંદગીની ખરીદી માટેનો સમય



70695977

સનમ મીરચંદાની

મુંબઈ: સંખ્યાબંધ નેગેટિવ ન્યૂઝ અને નબળા કોર્પોરેટ રિઝલ્ટને પગલે મજબૂત બજારમાં પણ ફાર્મા શેરો ગબડ્યા હતા. રોકાણકારોએ નજીકના ભવિષ્યમાં આ શેરોમાં થોડા વધુ ઘટાડાની તૈયારી રાખવી જોઈએ, પરંતુ આ નરમાઈ પસંદગીના શેરો ખરીદવાની તક બની શકે છે. બાયોકોન, સ્ટ્રાઇડ શાસુન ન્યૂલેન્ડ લેબોરેટરીઝ એનાલિસ્ટ્સની ટોચની પસંદગીના શેરો છે.

નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ બુધવારે 1.4 ટકા તૂટીને 7,744.30એ બંધ આવ્યો હતો. આ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડે 7,550.55ના પાંચ વર્ષના નીચા સ્તરે પટકાયો હતો. આની સામે સેન્સેક્સમાં આશરે એક ટકા વધારો થયો હતો. ગ્લેનમાર્ક ફાર્માનો શેર સૌથી વધુ 7.8 ટકા તૂટીને ₹383.25એ બંધ આવ્યો હતો. જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 53 ટકા ઘટીને ₹109.3 કરોડ થતાં તેના શેરને નેગેટિવ અસર થઈ હતી. ડો. રેડ્ડીઝનો શેર પણ ઇન્ટ્રા-ડે આઠ ટકા તૂટ્યો હતો. કોન્ટ્રાસેપિટલ નુવારિંગના જેનેરિક વર્ઝનના લોન્ચમાં સંભવિત વિલંબના ન્યૂઝને કારણે શેરને નેગેટિવ અસર થઈ હતી. જૂન ક્વાર્ટરમાં મજબૂત દેખાવ કર્યો હોવા છતાં સન ફાર્માનો શેર 4.7 ટકા ગબડ્યો હતો.

લુપિન, કેડિલા, સન ફાર્મા અને ગ્લેનમાર્ક જેવા ફાર્મા શેરો છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 40થી 60 ટકા ઘટ્યા છે. અમેરિકામાં નિયમનકારી મુદ્દાની ફાર્મા કંપનીઓને અસર થઈ છે. અમેરિકામાં જેનેરિક ડ્રગ બિઝનેસમાં દબાણને પગલે ઘણી કંપનીઓના અર્નિંગને ફટકો પડ્યો છે. ફંડ મેનેજર્સે જણાવ્યું હતું કે આ સ્થિતિમાં સુધારો થયો છે.

રિલાયન્સ નિપ્પોન લાઇફ એસેટ મેનેજમેન્ટના ડેપ્યુટી CIO (ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ) શૈલેષ રાજ ભાણે જણાવ્યું હતું કે, “છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં જેનેરિક માર્કેટમાં સુધારો આવ્યો છે. કંપનીઓ ખર્ચ કપાતનાં પગલાં લઈ રહી છે અને જીએસટીના પડકારો બાદ હવે ડોમેસ્ટિક બિઝનેસમાં સ્થિરતા છે.”

ઘણી કંપનીઓના શેરના વેલ્યુએશનમાં ત્રણ વર્ષના ઊંચા સ્તરે નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ સન ફાર્મા, લુપિન અને સિપ્લા જેવી કંપનીઓ હજુ પણ સસ્તી નથી, કારણ કે અર્નિંગ પર દબાણ છે, એમ એનાલિસ્ટ્સે જણાવ્યું હતું.

છેલ્લા એક મહિનામાં નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં 5.9 ટકા ધોવાણ થયું છે. આ સમયગાળામાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટીમાં 4.8 ટકા ઘટાડો થયો છે. એનાલિસ્ટ્સે જણાવ્યું હતું કે અમેરિકામાં ભાવમાં ધોવાણ છેલ્લા એક વર્ષમાં ફાર્મા શેરોની નરમાઈની મુખ્ય કારણ છે. આ સમસ્યા હવે ઘટી રહી હોય તેમ લાગે છે. મોટા ભાગની કંપનીઓ ભારત ખાતેના બિઝનેસમાં 8થી 12 ટકા વૃદ્ધિ નોંધાવી રહી છે. અબાકુસ એસેટ મેનેજર એલએલપીના સ્થાપક સુનિલ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે નિયમનકારી અવરોધ ટોચના સ્તરે પહોંચી ગયા છે. પરંતુ હજુ થોડું ટાઇમ કરેક્શન આવી શકે છે, જે ફાર્મા શેરોની વિચારણા કરવાનો સારો સમય છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2ZaElrx

No comments:

Post a Comment

Pages