કપિલ દવે, ગાંધીનગર: મોટર વ્હીકલ્સ (સુધારા) એક્ટ, 2019ને હાલમાં જ રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે. આ કાયદાના અમલની તારીખ કેંદ્ર સરકાર જાહેર કરે કે તરત જ ગુજરાત સરકાર પણ અમલ શરૂ કરી દેશે, તેમ ટ્રાન્સ્પોર્ટ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું. પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના એક સીનિયર અધિકારીએ કહ્યું, “નવા કાયદાના અમલીકરણ માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. શરૂઆતમાં રાજ્ય સરકાર નરમ વલણ રાખવા ઈચ્છે છે. એટલે કેંદ્ર સરકારે પ્રસ્તાવિત કરેલા દંડ કરતાં ઓછો દંડ નિયમ તોડનાર પાસેથી વસૂલાશે. જો કે, આ વલણ હંગામી ધોરણે હશે. ટ્રાફિકના નિયમો ભંગ કરવાને લીધે થતાં મૃત્યુ અને ગંભીર ઈજાનો દર નિયંત્રિત કરવા માટે સુધારેલા એક્ટમાં ઉમેરાયેલા કાયદાનું પાલન જરૂરી છે.”
ટ્રાફિકના નિયમો તોડતા લોકો માટે નવા રૂલ્સ ખરાબ સમાચાર જેવા હશે. પરંતુ નવા કાયદાથી દેશની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અને રોડ વધુ સુરક્ષિત બનાવી શકાશે. 30 વર્ષ જૂના એક્ટમાં સુધારા કરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને કડક સજા આપી શકાશે. આ મહિનાની શરૂઆતમાં ‘ધ મોટર વ્હીકલ્સ (અમેન્ડમેન્ટ) બિલ, 2019’ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયું. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા પર વધુ દંડ થશે. તેમજ મોટર વ્હીકલ એક્સિડન્ટના કેસમાં મોત થાય તો 5 લાખ રૂપિયા વળતર અને 2.5 લાખ રૂપિયા વળતર ગંભીર રીતે ઈજા થઈ હોય તો આપવામાં આવશે.
નવા કાયદામાં લઘુત્તમ દંડની રકમ 100થી વધારીને 500 રૂપિયા કરી દેવાઈ છે. લાઈસન્સ વિના ડ્રાઈવિંગ કરનાર પાસેથી 5000 રૂપિયા દંડ લેવાશે. એમ્બ્યુલન્સને રસ્તો નહીં આપનારને 10,000 રૂપિયાનો દંડ થશે. નવા નિયમ મુજબ, સગીર વયનું બાળક વાહન ચલાવીને અને નિયમ તોડે તો સજા મા-બાપને થશે. આ માટે 25,000 રૂપિયાનો દંડ તેમજ જેલ પણ થઈ શકે છે. ઓવરસ્પીડિંગ માટે 1,000થી 2,000 રૂપિયા સુધી દંડ થશે. ઈન્શ્યોરંસ વિના ડ્રાઈવિંગ કરવાથી 2,000 રૂપિયા દંડ ભરવો પડશે. તો હેલ્મેટ વિના વાહન ચલાવવાથી 1,000 રૂપિયા દંડ અને 3 મહિના માટે લાઈસન્સ સસ્પેન્ડ થઈ જશે. પોલીસ અને RTOને નિયમ તોડનારા પાસેથી ઓન ધ સ્પોટ દંડ વસૂલવાની સત્તા અપાશે. ગુનાની ગંભીરતાને આધારે કે નિયમ તોડનારે વારંવાર રૂલ ભંગ ના કર્યા હોય તો દંડ ઓછો કરવાની સત્તા પણ તેમને અપાશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2MmBee3
No comments:
Post a Comment