Latest

Saturday, August 17, 2019

ચેતી જાવ! અમદાવાદના આ વિસ્તારોમાં ડેંગ્યુ ફેલાવતા મચ્છરની સંખ્યા સૌથી વધારે છે

હિમાંશુ કૌશિક, અમદાવાદઃ નિકોલ, લાંભા, ભાઈપુરા અને અસારવાના લોકોને હવે થોડા મહિના વધુ સંભાળવુ પડશે. AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના રિપોર્ટ અનુસાર આ વિસ્તારોમાં મચ્છરની વસ્તી પ્રતિ રૂમ 7 જેટલી છે. શહેરના પશ્ચિમ વિસ્તાર એટલે કે થલતેજ, સાબરમતી, રાણીપ અને નારણપુરામાં પણ પ્રતિ રૂમ ત્રણ મચ્છર જેટલી વસ્તી છે.

AMCના એન્ટોમોલોજી ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ડેંગ્યુ, ચિકનગુનિયા, ઝીકા વાયરસ ફેલાવતા એડિસ ઈજીપ્તિ મચ્છરની સંખ્યા વેજલપુર અને ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં વધુ છે. રિપોર્ટ અનુસાર વેજલપુરમાં એડિસ ઈજિપ્તીની પ્રતિ રૂમ બે જેટલી વસ્તી છે. ઘાટલોડિયામાં મચ્છરની સંખ્યા 2.5 પ્રતિ રૂમ જેટલી છે જેમાંથી 2 એડિસ ઈજીપ્તિ છે.

આખા શહેરમાં મચ્છરની વસ્તી ગીચતા પ્રતિ રૂમ ત્રણ જેટલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વેમાં 2018 અને હાલમાં મચ્છરની સંખ્યાની સરખામણી કરવામાં આવી છે. એન્ટોમોલોજી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે આ વખતે મચ્છરની ગીચતા 2.33 પ્રતિ રૂમ છે. ગયા વર્ષની સરખામણીએ મચ્છરની સંખ્યામાં 28 ટકાનો વધારો થયો છે. જૂનમાં મચ્છરની વસ્તી 1.15 પ્રતિ રૂમ જેટલી હતી. અત્યારે મચ્છરની સંખ્યામાં 162 ટકાનો વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર બહેરામપુરા વિસ્તારમાં ગંગનાથ મહાદેવ સ્ટાફ ક્વાર્ટર્સમાં એડિસ ઈજીપ્તિ મચ્છરની સંખ્યા સૌથી વધુ 25 મચ્છર પ્રતિ રૂમ હતી. ત્યાર બાદ અસારવાના હરિપુરા ઠાકોરવાસમાં 5.25, રામોલના ક્રિષ્ણાપાર્ક અને ઈન્દ્રપુરી વોર્ડના આઝાદનગરમાં 3.25 જેટલી હતી. AMCના અધિકારીઓએ જણાવ્યું કે પશ્ચિમ અને ન્યુ વેસ્ટ ઝોન, સાબરમતીમાં નિરતનગરમાં મચ્છરની વસ્તી 7.25 પ્રતિ રૂમ છે. થલતેજમાં મલાવ તળાવમાં આ સંખ્યા 5.25, મોટેરામાં 4.75 જેટલી છે.

અધિકારીઓએ એ પણ જણાવ્યું કે જુલાઈની સરખામણીએ એડિસ ઈજીપ્તિ મચ્છરની વસ્તી વધી રહી છે. ડેંગ્યુ ફેલાવતા મચ્છરની વસ્તી ગીચતા જુલાઈ 2018માં 0.04 જેટલી હતી. ઓગસ્ટમાં સંખ્યા વધીને 1 મચ્છર પ્રતિ રૂમ જેટલી થઈ ગઈ છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2P1QIGx

No comments:

Post a Comment

Pages