Latest

Saturday, August 17, 2019

બે મહિનામાં જ ટેલિવુડની આ પોપ્યુલર એક્ટ્રેસે તોડી નાંખી સગાઈ, કહ્યું ‘તેણે મારી સાથે…’

ટીવી શો શક્તિ ફેમ એક્ટ્રેસ ગરિમા જૈને 13 જૂને ડાયમંડના વેપારી રાહુલ સરાફ સાથે સગાઈ કરી હતી. જો કે સગાઈના બે મહિના બાદ આ રિલેશનશિપ પર પૂર્ણ વિરામ મુકાયું છે અને ગરિમાએ પોતે પણ વાત પર મહોર મારી હતી.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, ગરિમાએ પોતાની સગાઈ તૂટી ગઈ હોવાની વાતને કન્ફર્મ કરી છે. એક્ટ્રેસે કહ્યું કે, ‘અમે લોકો એકબીજાને ઓળખતા નથી. સગાઈ બાદ અમારી વચ્ચે પરસ્પર મનમેળ બેસી રહ્યો નહોતો. આવું લગભગ અમે અલગ-અલગ પ્રોફેશનમાંથી આવતા હોવાના કારણે થતું હતું’.

ટીવી સીરિયલ્સમાં તમામ રોલ પ્લે કરી ચૂકેલી એક્ટ્રેસે કહ્યું, ‘શરૂઆતમાં તે મારા ઈન્ટિમેટ સીનનું શૂટિંગ અને સ્ક્રીન પર ટૂંકા કપડા પહેરવાને લઈને યોગ્યતા અનુભવતો નહોતો, અને અહીંયાથી જ બધી શરૂઆત થઈ. અમે આ વિશે કામ કરવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ સ્થિતિ વધારે બગડતી ગઈ. તેને વધારે ખરાબ કરવા કરતાં અમે સમજૂતીથી તેના પર પૂર્ણ વિરામ મૂકી દેવાનું નક્કી કર્યું’

આ પહેલા એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે તે ઈન્ડસ્ટ્રીમાંથી કોઈની સાથે લગ્ન કરવા માગતી નથી. પરંતુ હવે તેણે કહ્યું કે આ બાબતે તે પોતાને કોઈ બંધનમાં રાખવા માગતી નથી.

ગરિમાએ કહ્યું, ‘હું માત્ર મારા કરિયર પર ફોકસ કરવા માગુ છું અને જે કંઈ પણ થયું તેના વિશે વિચારવા માગતી નથી. હું સેટલ ડાઉન થવાની ઉતાવળમાં નથી. જ્યારે જે થવાનું હશે ત્યારે તે થઈને રહેશે. મેં બધું ભગવાન પર છોડી દીધું છે’.

જુઓ, ‘નચ બલિયે 9’માં પર્ફોમન્સ દરમિયાન આ ટીવી એક્ટ્રેસને માથામાં પહોંચી ઈજા



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/2Z6AzQ0

No comments:

Post a Comment

Pages