Latest

Saturday, August 17, 2019

બોલિવૂડ એક્ટ્રેસે 16મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી, થઈ ટ્રોલ

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરાએ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ 16મી ઓગસ્ટે પાઠવી દીધી. જે બાદ સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. પરિણીતિ ચોપરાએ હાલમાં જ જબરિયા જોડી ફિલ્મ કરી હતી.

ભારતે 15મી ઓગસ્ટે પોતાનો 73મો સ્વતંત્રતા દિવસે ઉજવ્યો. બોલિવૂડના ઘણા એક્ટર્સ અને એક્ટ્રેસિસે દેશના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી હતી. જોકે પરિણીતિ ચોપરા આ કામમાં એક દિવસ મોડા પડી અને તેણે 16મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની શુભકામના ટ્વીટર પર પાઠવી દીધી.

પરિણીતિએ પોતાના ટ્વીટમાં એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે પાણીની અંદર પોતાના કથિત બોયફ્રેન્ડ ચરિત દેસાઈ સાથે ત્રિરંગા ફરકાવી રહી છે. વિડીયો શેર કરતા પરિણીતિએ લખ્યું, સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. અમે મે મહિનામાં અલગ રીતે ત્રિરંગો લહેરાવ્યો હતો.

આ બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક ટ્રોલરે લખ્યું, દીદી સ્વતંત્રતા દિવસ કાલે હતો.’ એકે લખ્યું કે, પરંતુ આજે તો 16 તારીખ થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે પરિણીતિ ચોપરા હાલમાં લંડનમાં છે અને તે ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દીમાં બની રહેલી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2Za6R0n

No comments:

Post a Comment

Pages