ચિદાનંદ રાજઘટ્ટા/સચિન પરાશર, નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના મુદ્દે સમગ્ર દુનિયામાં એકલાઅટુલા પડી ગયેલા પાકિસ્તાનને શુક્રવારે ફરી વધુ એકવાર નીચા જોણું થયું જ્યારે પોતાના સદાબહાર દોસ્ત ચીન સાથે મળીને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારત વિરુદ્ધ કાવાદાવા કરવાના પ્રયાસ કર્યા. જોકે ભારત સરકારની કુટનીતિના કારણે ચીન અને પાકિસ્તાનની હાલત ચેક એન્ડ મેટ જેવી થઈ ગઈ હતી. એટલું જ નહીં ઉપરથી UNSCએ જમ્મુ કાશ્મીરમાં ભારત દ્વારા શાંતિ સ્થાપવા માટે કરવામાં આવતા પ્રયાસોને પણ વખાણ્યા હતા. UNSCના સદસ્ય દેશોએ પાકિસ્તાનની ઔપચારિક બેઠકની તેમજ એક અનૌપચારિક નિવેદનની માગણીને પણ નકારી કાઢી હતી.
UNSCએ જાહેર ન કર્યું કોઈ નિવેદન
ભારતે UNSCની બંધબારણે બેઠકમા પણ સ્પષ્ટતા પૂર્વક કહી દીધું કે જમ્મુ કાશ્મીરમાં જે પણ ફેરફાર કરવામાં આવ્યા છે તે ભારતના બંધારણ અંતર્ગત કરવામાં આવ્યા છે અને આ મામલો પૂર્ણરીતે ભારતનો આંતરીક સાર્વભૌમત્વનો મામલો છે. જેના કારણે મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી 370 દૂર કરવાના પગલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાના UNSCના સ્થાયી સદસ્ય ચીન અને તેના મિત્ર પાકિસ્તાનના તમામ પ્રયાસોને અસફળતા સિવાય કંઈ હાથ લાગ્યું નહીં.
ચીનની માગણીને પણ UNSCએ ન આપ્યું કોઈ મહત્વ
સૂત્રોએ કહ્યું ચીને આ બેઠકમાં સૂચન કર્યું હતું કે બેઠક બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે એક અનૌપચારિક ઘોષણા UNSC અધ્યક્ષ જોએના રોનિકાએ કરવી જોઈએ. જોકે આ સૂચન મામલે ચીનને 15 સદસ્ય દેશો પૈકી કોઇનું સમર્થન મળ્યું નહોતું. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના દૂત જિયાંગ જૂને મીડિયામાં દાવો કર્યો હતો કે UNSC સદસ્યોએ જમ્મુ કાશ્મીર મુદ્દે ગંભીર ચિંતા દર્શાવ હતી. જોકે તેમના સિવાય કોઈપણ UNSC સદસ્ય દેશે મીડિયા સમક્ષ જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો.
from Page Array – I Am Gujarat https://ift.tt/2OXf3x3
No comments:
Post a Comment