Latest

Monday, October 28, 2019

જન્મદિવસ રાશિફળ 28 ઓક્ટોબરઃ આ લોકોને મળશે રાજ સમ્માન અને સફળતા

ભરતનાટ્યમ નૃત્યમાં પૂર્ણ રીતે પારંગત અને બોલિવૂડ સુંદરી અદિતિ રાવ હૈદરીનો આજે જન્મદિવસ છે. અદિતી સાથે આજે જન્મેલા તમામ લોકોને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ, ઉજ્જવલ ભવિષ્ય માટે તમામને શુભેચ્છાઓ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ વર્ષ ચંદ્ર, બુધ, મંગળ અને શનિ તમારા ભાગ્યાંક ના સ્વામી ગ્રહ રહેશે. ઓક્ટોબરના બાકીના દિવસોમાં વેપારમાં ઘટાડો અથવા લાભમાં ઘટાડો રહેશે. નવેમ્બરની શરુઆતથી ડિસેમ્બરના અંત સુધી શુભ કાર્યોમાં વ્યસ્ત રહેશો. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020થી મધ્યમ કામ રહેશે.

માર્ચમાં કોઈ ચમત્કારિક ઘટનાક્રમના કારણે તેમાં ડૂબેલા રહેશો. એપ્રિલમાં ચાલતા ફરતા કાર્યોથી લાભ થશે. મે અને જૂનમાં આર્થિક સ્થિતિ વધારે સુદ્રઢ બનશે. જુલાઈથી ઓગસ્ટની શરુઆત સુધી પરિવારમાં મંગળ કાર્યોની યોજના બનશે. પરિવારની સાથે સમય પસાર કરશો.

વર્ષનું ઉત્તરાર્ધ મહિલાઓ માટે વિશેષ રહેશે. મનોકામના પૂર્ણ થવાની સાથે ઐશ્વર્ય પ્રાપ્ત થશે. સપ્ટેમ્બરના અંતથી ઓક્ટોબરની શરુઆત સુધી વિદ્યાર્થી વર્ગે વિશેષ પરિશ્રમ કરવો પડશે. કામથી સંતોષ થશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/31MkfFi

No comments:

Post a Comment

Pages