Latest

Sunday, October 27, 2019

દેશભરમાં આજે પ્રકાશપર્વ દિવાળીનો ઉલ્લાસ, રોશનીથી ઝળહળી ઉઠ્યું અમદાવાદ

અમદાવાદ: આખું વર્ષ જે તહેવારની સૌ કોઈ રાહ જોવે છે તે દિવાળીનું પર્વ આજે છે. આજે ગુજરાતી વર્ષનો છેલ્લો દિવસ છે અને સોમવારથી નવા વર્ષની શરૂઆત થશે. આ વખતનો રવિવાર અમદાવાદીઓ માટે અલગ હશે જેઓ કામકાજથી દૂર રહેવાની સાથે સામાન્ય રજાના દિવસે જે કરતા હોય તેનાથી કંઈક અલગ કરશે. રવિવારે એટલે કે આજે દિવાળી હોવાથી લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

શહેરના એક સોફ્ટવેર પ્રોફેશનલ ભાર્ગવ કોટકે કહ્યું, “મારો ભાઈ અને તેનો પરિવાર યુએસથી આવ્યો છે. એટલે આ વર્ષની દિવાળી અમારા માટે ખાસ છે. દર વર્ષે અમે ધનતેરસ અને દિવાળીના દિવસે ખાસ પૂજા કરીએ છીએ. આ વર્ષે પણ પ્રકાશ પર્વના રંગમાં રંગાઈ જઈશું.” દુનિયા ફરવાનો શોખ ધરાવતા લોકો માટે દિવાળીનું વેકેશન શાંત જગ્યાએ ફરવા ઉપડી જવાનું શ્રેષ્ઠ કારણ હોય છે. એક પ્રોફેશનલ અનુષા શ્રીવાસને કહ્યું, “રજાનો સમય હોય ત્યારે અમે સામાન પેક કરીને કોઈ નવી જગ્યાએ ફરવા ઉપડી જઈએ છીએ. આ વખતે હું અને મારા પતિ હિમાલયની નાની ટેકરીઓ પર જવાના છીએ.”

શહેરના નાગરિકો શનિવાર સુધી છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત હતા. ઘરની સજાવટને આખરી ઓપ આપતા, રંગોળી પૂરતા, ફટાકડા ખરીદતા, તહેવાર માટે સ્વાદિષ્ટ મિષ્ટાન્ન ખરીદતા જોવા મળ્યા હતા. શનિવારે ત્રણ દરવાજાના બજારમાં ખૂબ ભીડ હતી. લોકો છેલ્લી ઘડીની ફટાકડાની ખરીદી માટે ઉમટી પડ્યા હતા. ધનતેરસે કોટવિસ્તારમાં વેપારીઓ નવા ચોપડા લેવા માટે ઉમટી પડ્યા હતા. હવે ઘણા વેપારીઓ લેપટોપ અને કમ્પ્યૂટર પર અકાઉન્ટ સંભાળવામાં આવે છે તેમ છતાં શહેરના ઘણા બિઝનેસમેન દિવાળીએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કરે છે.

શનિવારે સાંજે અમદાવાદ આખું રોશનીથી ઝળહળી ઉઠ્યું. ઘણા લોકો માટે દિવાળીનું પર્વ બીજાના જીવનમાં ખુશીઓ લાવવાનું હોય છે. ચાંદખેડાના રહેવાસી સ્નેહા મલિકે કહ્યું, “અમે લોકો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને ફૂટપાથ પર રહેતા લોકોને મીઠાઈ વહેંચીશું. જેથી તેઓ પણ આ પર્વને માણી શકે.”

દિવાળીઃ ફટાકડા ફોડતા શું સાવધાની રાખવી? આવો છે ડોક્ટરનો અભિપ્રાય



from Page Array – I Am Gujarat https://ift.tt/2NjV8V2

No comments:

Post a Comment

Pages