Latest

Tuesday, November 19, 2019

અંતરિક્ષથી સરહદોની દેખરેખ, ઈસરો નવેમ્બર-ડિસેમ્બરમાં લોન્ચ કરશે 3 સેટેલાઈટ

સુરેન્દ્ર સિંહ, નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) હવે 3 અર્થ ઓબ્જર્વેશન કે સર્વેલન્સ સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. જેમાં એક 25 નવેમ્બરે લોન્ચ, જ્યારે બે ડિસેમ્બરે લોન્ચ કરાશે. આ સેટેલાઈટને બોર્ડર સિક્યોરિટી માટે ઘણાં જ મહત્વના માનવામાં આવી રહ્યા છે. જાણકારોનું માનવું છે કે સરહદની સુરક્ષા માટે આ સેટેલાઈટ અંતરિક્ષમાં ભારતની આંખનું કામ કરશે. આ સિવાય પીએસએલવી ત્રણ પ્રાઈમરી સેટેલાઈટ, બે ડઝન વિદેશી નેનો અને માઈક્રો સેટેલાઈટ પણ લઈ જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

પીએસએલવી સી-47ને શ્રીહરિકોટાથી 25 નવેમ્બરે 9 વાગ્યેને 28 મિનિટે લોન્ચ કરાશે. આ પીએસએલવી પોતાની સાથે થર્ડ જનરેશનની અર્થ ઈમેજિંગ સેટેલાઈટ કાર્ટોસેટ-3 (Cartosat 3) અને અમેરિકાના 13 કમર્શિયલ સેટેલાઈટ લઈ જશે. ઈસરોનું કહેવું છે કે 13 અમેરિકાના નેનોસેટેલાઈટ શાખા ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડની હતી. કાર્ટસેટ-3ને 509 કિલોમીટર ઓર્બિટમાં સ્થાપિત કરાશે.

આ પછી ઈસરોના બે અન્ય સર્વેલન્સ સેટેલાઈટ લોન્ચ કરાશે. Reset-2BR1 અને Reset-2BR2, જેને પીએસએલવી 48 અને C49ની મદદથી ડિસેમ્બરમાં શ્રીહરિકોટાથી લોન્ચ કરાશે. આ પહેલા એજન્સીએ 22 મેએ રીસેટ-2B અને 1 એપ્રિલે ઈએમઆઈસેટ (દુશ્મનના રડાર પર નજર રાખવા માટે બનાવેલો સેટેલાઈટ) લોન્ચ કર્યો હતો. આ દરમિયાન ચંદ્રયાન-2 મિશનના કારણે ઓપરેશન સેટેલાઈટના લોન્ચિંગમાં એટલો સમય લાગ્યો. ઈસરોના ઇતિહાસમાં એવું પહેલીવખત હશે જ્યારે શ્રીહરિકોટાથી વર્ષમાં થયેલા તમામ સેટેલાઈટ લોન્ચ સૈન્ય ઉદ્દેશ્યથી થયો છે.

કાર્ટોસેટ 3 પૂર્વેના કાર્ટોસેટ 2થી ઘણી એડવાન્સ છે. તેનું રિઝોલ્યુશન 0.25 કે 25 સેન્ટિમિટર સુધી (તે 25cmના અંતરથી અલગ બે વસ્તુઓને અલગ કરી શકે છે) છે. આ પહેલા લોન્ચ કરાયેલા સેટેલાઈટનું રિઝોલ્યુશન પાવર એટલો નથી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2QxsMtU

No comments:

Post a Comment

Pages