મિહિર વેદ, અમદાવાદઃ પૂરતું ઈન્શ્યોરન્સ કવર હોવા છતાંય મોટે ભાગે ઈન્શ્યોરન્સ કંપની પૂરેપૂરી રકમ આપવાનો ઈન્કાર કરી દે છે. મોટા ભાગના લોકો આ બાબતે ઈન્શ્યોરન્સ કંપની સાથે તકરારમાં પણ પડવાનું ટાળે છે. પરંતુ એક ડોક્ટરે ઈન્શ્યોરન્સ કંપની પોતાના પૂરેપૂરા રૂપિયા ચૂકવે તે માટે બે વર્ષની કાનૂની લડત લડી હતી. અંતે ઈન્શ્યોરન્સ કંપનીએ ડોક્ટરને તેમના ઈન્શ્યોરન્સ કવર કરતા પણ વધુ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો
58 વર્ષના ડો. પ્રયાગ શાહ (નામ બદલ્યું છે)નું 6 લાખનું મેડિકલ કવર હતું. તેની સામે મેડિકલ કંપનીએ તેમને રૂ. 6.3 લાખ ચૂકવવા પડ્યા હતા. ડો. શાહ નવરંગપુરાના રહેવાસી છે. તેમને પ્રોસ્ટ્રેટના કાર્સિનોમાનું નિદાન થયું હતું. મે 2017માં તેમને મુંબઈની એક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડિસ્ચાર્જ પછી ડો. શાહે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીમાં રૂ. 6.34 લાખનો ક્લેઈમ મૂક્યો હતો. તેમની પાસે આ ઈન્શ્યોરન્સ 1996થી વાર્ષિક રિન્યુઅલના ધોરણે હતો.
ઈન્શ્યોરન્સ કંપનીએ ઓગસ્ટ 2017માં ફક્ત રૂ. 1.28 લાખ જ પાસ કર્યા અને બાકીની રૂ. 4.72 લાખ રિજેક્ટ કરી હતી. તેમણે કહ્યું કે થર્ડ પાર્ટી એગ્રીગેટર (TPA) દ્વારા રૂ. 4.72 લાખ કેશલેસ ટ્રીટમેન્ટ માટે સેટલ કરાયા હતા. કંપનીએ વધુમાં એમ પણ જણાવ્યું કે ઈનશ્યોરન્સ લેનારને રૂ. 4.72 લાખના દાવામાંથી રૂ. 2.92 લાખ જ મળવાપાત્ર છે. શાહના વકીલ મોહિત પટેલે દાવો કર્યો કે તેમણે ક્લેઈમ કરેલા રૂ. 4.35 લાખ ઈન્શ્યોરન્સ કંપની ખોટી રીતે રિજેક્ટ કરી રહી છે. લાંબી સુનવણી બાદ કોર્ટે ઈન્શ્યોરન્સ કંપનીને રૂ. 4.35 લાખનો ક્લેઈમ ફરિયાદ દાખલ થઈ એ દિવસથી 8 ટકા વ્યાજ સાથે ચૂકવવા જણાવ્યું હતું.
કોર્ટે એ પણ નોંધ્યું કે ડો. શાહને વ્યસ્ત શિડ્યુલ છતાંય ઈન્શ્યોરન્સ કંપનીએ બે વર્ષ સુધી રાહ જોવડાવી હતી. તેમણે ડોક્ટરને પડેલી તકલીફના બદલામાં કંપનીને રૂ. 25,000નું કોમ્પેન્સેશન આપવાનો આદેશ કર્યો હતો અને ફરિયાદના ખર્ચ પેટે વધારાના રૂ. 10,000 આપવા જણાવ્યું હતું. આમ ઈન્શ્યોરન્સ કંપનીએ ડોક્ટરને હવે રૂ. 6.3 લાખ આપવાના થાય છે. મિરર સાથે વાત કરતા ડો. શાહે જણાવ્યું, “મને કાયદાકીય વ્યવસ્થામાં શ્રદ્ધા છે. મારા વકીલ મોહિત પટેલે મારી તરફેણમાં ચુકાદો લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. છેલ્લા બે વર્ષ પીડાદાયક હતા. એક તો તમને આવા ગંભીર રોગનું નિદાન થયું છે અને બીજું તમે ઈન્શ્યોરન્સ કંપની સાથે બીમારી છતાંય ઝઘડી રહ્યા છો.”
શાહના વકીલ મોહિત પટેલે જણાવ્યું, “ઘણી ઈન્શ્યોરન્સ કંપની પ્રિફર્ડ પ્રાઈવેટ નેટવર્ક પેકેજના આધારે મેડિક્લેઈમ રિજેક્ટ કરી દે છે. ડો. શાહ સાથે પણ આવું જ બન્યું હતું. નારાજ ગ્રાહકોએ આવામાં ગ્રાહક સુરક્ષા કોર્ટનો સંપર્ક કરવો જ જોઈએ. કોર્ટ ન માત્ર ક્લેઈમ ક્લિયર કરાવે છે પરંતુ ઈન્શ્યોરન્સ લેનારની તરફેણમાં ચુકાદો પણ આપે છે.” આ અંગે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીએ કોઈપણ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.
સોનાના આ ઓપ્શનમાં રોકાણ કરીને પૈસા બનાવો
from Page Array – I Am Gujarat https://ift.tt/2XvDNgO
No comments:
Post a Comment