Latest

Sunday, April 19, 2020

સાપ્તાહિક આર્થિક રાશિફળ 20થી26 એપ્રિલ: જાણો, કઈ રાશિઓને ફળશે આ અઠવાડિયું

સાપ્તાહિક આર્થિક રાશિફળ

કોરોના વાયરસના કારણે લોકડાઉન 3 મે સુધી લંબાવાયું છે. એવામાં નોકરી-ધંધા બંધ થયા છે. જો કે, કેટલાક લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. તો આ અઠવાડિયે કઈ રાશિઓને આર્થિક દ્રષ્ટિએ આ અઠવાડિયું ફળવાનું છે? જાણો સાપ્તાહિક આર્થિક રાશિફળમાં…

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

મેષ

આ અઠવાડિયે મહિલા વર્ગની મદદ મળશે. જે તમને કાર્યક્ષેત્રે તેમજ આર્થિક મામલે લાભ કરાવી શકે છે. પરિવારના અન્ય સભ્યો તરફથી પણ લાભ મળી શકે છે. આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સુધરતું જોવા મળશે.

વૃષભ

આ સપ્તાહે કાર્યક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ રહેશે. તમારી કાર્યશૈલીમાં નિપૂણતા હાંસલ કરી શકશો. આર્થિક મામલે થોડી પરેશાની થઈ શકે છે. રોકાણ કરવાનું વિચારતા હો તો સમજદારીપૂર્વક નિર્ણય લેવાની સલાહ છે.

મિથુન

કાર્યક્ષેત્રે હાલ નવી શરૂઆત તમારા માટે ભવિષ્યમાં સારી તકોના માર્ગ ખોલશે. તમારા પ્રોજેક્ટ સમયસર પૂરા થશે અને વિકાસ થશે. આર્થિક મામલે આ અઠવાડિયે સ્થિતિ સાધારણ રહેશે. અઠવાડિયાના અંતે કરિયરમાં કંઈક નવું શીખવાની ઈચ્છા થઈ શકે છે.

કર્ક

કાર્યક્ષેત્રે થોડા સંયમથી કામ લેશો તો ફાયદામાં રહેશો. આર્થિક વૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે. તમારી ઈચ્છા વિરુદ્ધની કોઈ સ્થિતિનું અનુસરણ નહીં કરો તો ફાયદામાં રહેશો. કરિયર મામલે અઠવાડિયાના અંતે સારા સમાચાર મળી શકે છે.

સિંહ

કાર્યક્ષેત્રે ધીરે-ધીરે ઉન્નતિ થશે અને નવા પ્રોજેક્ટ મળી શકે છે. આર્થિક વ્યય આ અઠવાડિયે વધારે રહેશે. રોકાણો તરફ ધ્યાન આપવાની જરૂર છે. જમીન-મકાન ખરીદવા વિશે વિચારી શકો છો.

કન્યા

કાર્યક્ષેત્રે તમે કરેલા પ્રયાસ અંતે સફળતા તરફ દોરી દશે. આર્થિક મામલે ધીરે-ધીરે સુધારો થશે. અઠવાડિયાના અંતે રોકાણ સંબંધિત બાબતોને અનુકૂળ બનાવવા માટે તમે પ્રયાસ કરશો.

તુલા

કાર્યક્ષેત્રે મહિલા વર્ગનો સહકાર મળશે. તેમની સલાહ માનશો તો સફળતાના માર્ગે આગળ વધશો. રોકાણને લઈને ચિંતા થઈ શકે છે. અઠવાડિયાના અંતે ક્યાંકથી સારા સમાચાર પ્રાપ્ત થશે.

વૃશ્ચિક

કાર્યક્ષેત્રે ઉન્નતિના અવસર મળશે. નવા પ્રોજેક્ટ તરફ આકર્ષિત થશો. ઓનલાઈન વેપારની શરૂઆત કરી શકો છો. ધ્યાન રાખો કે જે પણ કાર્ય કરો તેમાં કોની સલાહ ચોક્કસ લેજો.

ધન

આર્થિક મામલે ધીમે-ધીમે સુધારો થતો દેખાશે. જીવનમાં વૃદ્ધિની તક મળશે. કાર્યક્ષેત્રે સંયમ અને સમજદારી સાથે કામ કરશો તો પરિસ્થિતિ શુભ બનશે.

મકર

કાર્યક્ષેત્રે થોડું રિસ્ક લેશો તો જ પ્રગતિના માર્ગે આગળ વધી શકશો. આર્થિક વ્યય આ અઠવાડિયે વધારે રહેશે. તમારે રોકાણ તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે. અઠવાડિયાના અંતે કોઈ બાબતે મન ચિંતિત રહી શકે છે.

કુંભ

કાર્યક્ષેત્રે સફળતા મળશે. આ મામલે કોઈ સકારાત્મક સમાચાર આ અઠવાડિયે મળી શકે છે. આર્થિક ધન વૃદ્ધિના પણ શુભ સંયોગ બની રહ્યા છે. સમય સાનુકૂળ છે અને રોકાણ માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

મીન

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને કોઈ નવો પ્રોજેક્ટ તમારા માટે કારગર સાબિત થઈ શકે છે. આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. આ મામલે કોઈ વડીલ તમારી મદદ કરી શકે છે. સહયોગીઓ કામમાં અડચણ ઊભી કરી શકે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2zddFz8

No comments:

Post a Comment

Pages