હેપી બર્થ ડે

આજે ‘રામાયણ’માં સીતાનો રોલ કરનારી એક્ટ્રેસ દીપિકા ચિખલિયાનો જન્મદિવસ છે. આ ઉપરાંત ફિલ્મ ‘ગલી બોય’ના એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીનો પણ જન્મદિવસ છે. આ બંને સેલિબ્રિટી ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
સ્વાસ્થ્ય સાચવવું

આ વર્ષે શનિ શુક્ર ગુરુનો મિશ્રિત પ્રભાવ તમારા આખા વર્ષ પર શુભ પ્રભાવ પાડશે. જીવ સાક્ષિણી, દેહધારી પ્રધાન ગ્રહ મુંથા સૌમ્ય ગ્રહોથી યુક્ત થઈને દસમા કર્મના કેંદ્રમાં મહત્વપૂર્ણ પદ-પ્રાપ્તિ પ્રદાન કરશે. મનોરથ સિદ્ધિ થશે. એપ્રિલના બાકીના દિવસોથી મે મહિના સુધી વધુ સક્રિયતા રહેશે. જેના કારણે સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી શકે છે.
પ્રવાસની યોજના બની શકે

જૂન અને જુલાઈમાં નિયમિત કાર્યોમાં ફેરફાર લાવવાથી યથોચિત લાભ થઈ શકે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તમામ કાર્યો થોડા ખર્ચા પછી પૂરા થઈ શકશે. ઓક્ટોબર અને નવેમ્બરમાં મંગળ કાર્યની યોજના બનશે. ડિસેમ્બરમાં સાર્થક યાત્રાનો યોગ બની રહ્યો છે.
કંટાળો દૂર થશે

જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2021 સુધી પર્યટન અને મનોરંજન પાછળ ખર્ચ કરવો લાભદાયી સાબિત થશે. તમારો કંટાળો દૂર થશે અને આસપાસના લોકોમાં મન પરોવાયેલું રહેશે. માર્ચથી 7 એપ્રિલ 2021 સુધી વિશેષ લાભ માટે ગળ્યા પીળા ચોખા બનાવીને ગુરુવારે ગરીબોને ખવડાવો.
from Page Array – I Am Gujarat https://ift.tt/2VPNF5T
No comments:
Post a Comment