Latest

Tuesday, April 28, 2020

દીપિકા કક્કડે સેલિબ્રેટ કર્યો સાસુમાનો બર્થ ડે, તસવીરો શેર કરીને તેમના વિશે કહી ખાસ વાત

પરિવારને મહત્વ આપે છે દીપિકા

બિગ બોસ 13ની વિનર અને ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કડ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે પર્ફેક્ટ બેલેન્સ બનાવીને રાખે છે. તેના માટે હંમેશા તેનો પરિવાર પહેલા સ્થાને છે. તે ઈન્સ્ટાગ્રામ પર પણ પતિ અને સાસરિયા સાથેની તસવીરો શેર કરીને તેમના પર પ્રેમ વરસાવતી રહે છે. તે ક્યારેય પણ દરેક ક્ષણને યાદગાર બનાવવાની એક પણ તક જતી કરતી નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

‘અમ્મી’ને વિશ કર્યો બર્થ ડે

દીપિકાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર સાસુમા સાથેની તસવીર શેર કરીને તેમને બર્થ ડે વિશ કર્યું હતું. આ પોસ્ટમાં તેણે પોતાની લાઈફમાં શોએબને લાવવા માટે ભગવાનનો પણ આભાર માન્યો હતો. તસવીરના કેપ્શનમાં દીપિકાએ લખ્યું છે કે, ‘હેપી બર્થ ડે મારી અમ્મી… તમને મારી અમ્મી બનાવી તે માટે હંમેશા ઉપરવાળાની આભારી રહીશ. હું તમને પ્રેમ કરૂં છું અને હંમેશા કરતી રહીશ’.

‘કહાં હમ કહાં તુમ’માં જોવા મળી હતી

દીપિકા જ્યારે ‘કહાં હમ કહાં તુમ’ના શૂટિંગમાં બિઝી હતી ત્યારે પણ એક પત્ની અને એક વહુની ફરજ ભૂલતી નહોતી. તે છેલ્લે આ જ સીરિયલમાં સોનાક્ષીના રોલમાં જોવા મળી હતી. જેમા તેની ઓપોઝિટમાં એક્ટર કરણ વી. ગ્રોવર હતો. આ શોનો કોન્સેપ્ટ યુનિક હતા અને લોકોને તેની કરણ સાથેની કેમેસ્ટ્રી પણ પસંદ આવી હતી.

પરિવાર સાથે સમય પસાર કરી રહી છે

લોકડાઉનના કારણે એક્ટ્રેસ હાલ ઘરે છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. કૂકિંગથી લઈને પેઈન્ટિંગ પર પણ તે હાથ અજમાવી રહી છે.

ફેબ્રુઆરી 2018માં કપલે કર્યા હતા લગ્ન

દીપિકા અને શોએબની મુલાકાત સીરિયલ ‘સસુરાલ સિમર કા’ના સેટ પર થઈ હતી. આ સીરિયલમાં બંનેએ સાથે કામ કર્યું હતું અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંનેના લગ્ન શોએબના વતનમાં ફેબ્રુઆરી 2018માં થયા હતા.



from Page Array – I Am Gujarat https://ift.tt/2W3yQLH

No comments:

Post a Comment

Pages