Latest

Sunday, April 5, 2020

વડોદરાઃ કોરોના વાયરસથી સંક્રમિત પરિવારના 3 સભ્યોને કરાયા ડિસ્ચાર્જ, એક સારવાર હેઠળ

વડોદરાઃ અન્ય શહેરોમાં કોવિડ 19ને મહાત આપીને ઘરે પરત ફરી રહેલા દર્દીઓનું પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરના નિઝામપુરામાં રહેતા પરિવારને ત્યાં આવો કોઈ ઉત્સવનો માહોલ નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ પરિવારમાંથી બે યુવાન મહિલાઓ સહિત ત્રણ મહિલાઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને શનિવારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

જીવલેણ વાયરસ સામે જંગ લડીને પરત ફર્યા તેમ છતાં કેમ કોઈએ સેલિબ્રેશનન કર્યું, તે પાછળનું કારણ સમજી શકાય તેવું છેઃ ત્રણ મહિલાઓ નિઝામપુરાના 52 વર્ષીય બિઝનેસમેનની પત્ની, દીકરી અને પુત્રવધુ હતી, જેમનું ગુરુવારે વાયરસના કારણે નિધન થયું હતું.

પિતાના નિધનના 24 કલાક બાદ શુક્રવારે રાત્રે 27 વર્ષની દીકરીને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી જ્યારે 29 વર્ષની પુત્રવધુ તેમજ પત્નીને શનિવારે રાજ્ય સંચાલિત SSG હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પુત્રવધુ પ્રેગ્નેન્ટ છે અને તેને આઠમો મહિનો ચાલી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, બંનેને 21 માર્ચે દાખલ કરવામાં આવ્યા હતા.

52 વર્ષના બિઝનેસમેન પત્ની, દીકરો, દીકરી તેમજ પુત્રવધુ સાથે શ્રીલંકા ગયા હતા અને તેમના કારણે પરિવારના બાકીના સભ્યોને ચેપ લાગ્યો હતો. જો કે, નિઝામપુરાના પરિવાર માટે સૌથી સારા સમાચાર એ છે કે તેમનો દીકરો રિકવર કરી રહ્યો છે અને તેને પણ ટૂંક સમયમાં ડિસ્ચાર્જ કરાશે.

SSG હોસ્પિટલ મેડિકસ સુપ્રીટેન્ડેન્ટ ડો. રાજીવ દવેશ્વરે કહ્યું કે, સંક્રમિત પરિવારની એક મહિલા પ્રેગ્નેન્સીના લાસ્ટ સ્ટેજમાં હતી, તેથી કોઈ પણ સમયે તેની ડિલિવરી કરવી પડે તો હોસ્પિટલે સ્પેશયલ ઓપરેશન થિયેટર તૈયાર રાખ્યું હતું.

પરંતુ પરિવારના મુખ્ય સભ્યનું નિધન થતાં તેઓ ખૂબ દુઃખી છે. ગુરુવારે, પરિવારના સભ્યોને પર્સનલ પ્રોટેક્શન કિટ્સ આપીને મૃતકની અંતિમ ઝલક મેળવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સભ્યોને મૃતદેહથી સેફ ડિસ્ટન્સ રાખવાનું પણ કહેવામાં આવ્યું હતું.

ગુરુવારે સ્પેનમાં રહેતા NRIને પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. SSG હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં હાલ કોવિડ 19ના 3 દર્દીઓની સારવાર ચાલી રહી છે જ્યારે અન્ય બે સંક્રમિત દર્દીઓની GMERS ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કોરોના વાયરસ અને લૉકડાઉન વચ્ચે આ સોસાયટીમાં રોજ થાય છે ભજન



from Page Array – I Am Gujarat https://ift.tt/3bSmuw8

No comments:

Post a Comment

Pages