પૉલ જ્હોન, અમદાવાદ: COVID-19ના 54 વર્ષીય દર્દીની સ્થિતિ એકદમ સામાન્ય હતી. તેમના શરીરમાં કો-મોર્બિડ (એક રોગની સાથે બીજાના પણ લક્ષણ દેખાય) સ્થિતિ નહોતી, છીંક, ગળામાં દુખાવો, સૂકો કફ કે તાવ જેવી કોઈ ફરિયાદ નહોતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે કે છાતીમાં ભાર લાગતો હોય તેવું પણ નહોતું થતું. હાલમાં જ વિદેશ જઈને આવેલા આ દર્દીને ખૂબ ઝાડા થઈ ગયા હતા. આ લક્ષણ જોઈને સતર્ક થયેલી અર્બન હેલ્થ સેન્ટર (UHC)ની ટીમે તેમને તાત્કાલિક SVP હોસ્પિટલમાં કોવિડ-19નો ટેસ્ટ કરાવવા માટે મોકલ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
31 માર્ચે ટેસ્ટ કરાવવા ગયેલા 54 વર્ષીય દર્દીની સ્થિતિ હાલ સ્થિર છે, તેમ એક સીનિયર મેડિકલ અધિકારીએ જણાવ્યું. આ શખ્સ શાહપુર રંગીલા ચોકી પાસે ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં રહે છે, જેને શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્લસ્ટર-ક્વોરન્ટીન કરાઈ છે. મેડિકલ ઓફિસરે શખ્સની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવતા કહ્યું, તેઓ પરિવાર સાથે લાહોર, ઈન્ડોનેશિયા, સિંગાપોર, મુંબઈ ગયા હતા અને ત્યાંથી 21 માર્ચે અમદાવાદ આવ્યા હતા. લોકડાઉન હોવાથી કોર્પોરેશનની ટીમ રોજ તેમના ઘરે તપાસ માટે જતી હતી.
મેડિકલ ઓફિસરે જણાવ્યું, “અગાઉ તેમના શરીરમાં સીઝનલ ફ્લૂ કે કોરોના વાયરસના સામાન્ય લક્ષણો દેખાતા નહોતા. 29 માર્ચે તેમના દીકરાએ જણાવ્યું કે, પિતાને ખૂબ ઝાડા થઈ ગયા છે અને બંધ કે ઓછા થતાં નથી. આ બાબતે ટીમને ચિંતામાં મૂકી કારણકે આ શખ્સ ગીચ વિસ્તારમાં રહે છે.”
કોર્પોરેશનની મેડિકલ ટીમે નોંધ્યું કે, દર્દી ઝાડાની યોગ્ય દવા લે છે તેમ છતાં ફરક પડતો નથી. એટલે તેમણે કોવિડ-19નો ટેસ્ટ કરવા માટે SVP હોસ્પિટલમાં ફોન કર્યો. દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી તેમનો ટેસ્ટ કરવો જરૂરી બની ગયો. SVP હોસ્પિટલમાં શખ્સનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સીનિયર મ્યુનિસિપલ અધિકારીએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “કોવિડ-19ના આ તમામ કેસોની નોંધણી કરવામાં આવશે જેથી લક્ષણો વિશે વિગતવાર માહિતી મળી શકે. ભવિષ્યમાં આ વાયરસ એન્ડેમિક હોય તો માહિતીનો ઉપયોગ થઈ શકે. આ ડેટા મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ મહત્વનો સાબિત થશે.”
પાકિસ્તાનઃ ATMમાં પૈસા લેવા આવેલો વ્યક્તિ સેનેટાઈઝર ચોરી ગયો
from Page Array – I Am Gujarat https://ift.tt/39KVihk
No comments:
Post a Comment