Latest

Thursday, April 30, 2020

30 એપ્રિલ જન્મદિવસ રાશિફળ: જાણો, આપનું આગામી એક વર્ષ કેવું રહેશે

હેપી બર્થ ડે

આજે ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માનો જન્મદિવસ છે. આ ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

રાહુ અને નેપ્ચ્યૂન પ્રતિનિધિ ગ્રહ

આ વર્ષે રાહુ અને નેપ્ચ્યૂન તમારા વર્ષના પ્રતિનિધિ ગ્રહ બનેલા છે. મે મહિનાના અંત સુધીમાં શનિ અને બૃહસ્પતિની ચાલ આ વર્ષે તમારા માર્ગમાં કંઈક અપ્રિય પ્રભાવ પાડી શકે છે. વર્ષના પ્રારંભથી એટલે કે મે મહિનામાં શનિ સૂર્યનો નવમ પંચમી યોગ રહેવાથી ઝઘડા-વિવાદથી બચીને રહેશો તો જ સારું છે. જૂન-જુલાઈમાં તમારા સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. ખાવા-પીવામાં ચરી પાડવી જરૂરી છે.

સુખદાયી સમય

ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો સમય ખૂબ અનુકૂળ અને લાભકારી રહેશે. ઓક્ટોબરથી નવેમ્બરના અંત સુધીમાં કોઈ નવા વેપારમાં પ્રવેશ કરી શકો છો. ડિસેમ્બરમાં સમય સુખદાયી રહેશે. જાન્યુઆરી 2021માં તમારો મૌલિક પક્ષ મજબૂત રહેશે.

વિદ્યાર્થીઓએ આ વાતનું ધ્યાન રાખવું

આ વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધી વિશેષ કામકાજ કરતી મહિલાઓનાનું જીવન વિશેષ રહેશે. વિદ્યાર્થીઓ સંકુચિત દ્રષ્ટિકોણથી અભ્યાસ કરશે તો સફળતાનો રસ્તો મુશ્કેલ બની શકે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2yVkF3z

No comments:

Post a Comment

Pages