Latest

Wednesday, April 29, 2020

અ’વાદ: મામલતદારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લા કલેક્ટર કચેરીમાં સઘન તપાસ

અમદાવાદ: સાબરમતી મામલતદાર અનિતા લાછુનનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કલેક્ટર કચેરી ખાતે આવતા મુલાકાતીઓની સઘન તપાસના આદેશ જિલ્લા કલેક્ટરે આપ્યા છે. લોકોને કલેક્ટર કચેરીએ ના આવવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે મામલતદારના સંપર્કમાં આવેલા કર્મચારીઓનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

અધિકારીઓએ જણાવ્યું કે, કલેક્ટર કચેરી ખાતે લોકો વિવિધ કામે આવતા-જતા રહે છે ત્યારે કડક તપાસ હાથ ધરવામાં આવી છે. કલેક્ટર કચેરીના એક અધિકારીએ કહ્યું, “તમામ મુલાકાતીઓમાં સૌપ્રથમ કોવિડ-19ના લક્ષણોની તપાસ કરવામાં આવે છે. ઉપરાંત અમે તમામ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ શરૂ કર્યું છે. સાથે જ કોરોના પોઝિટિવ કર્મચારીઓ સાથે કામ કરતાં અન્ય કર્મચારીઓનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે.”

મામલતદાર અનિતાબેનની ઓફિસ સુભાષ બ્રિજ પાસે આવેલી કલેક્ટર કચેરીમાં છે. કોવિડ-19ની મહામારી સામેની લડતમાં મામલતદાર સાથે ઘણા કર્મચારીઓ જોડાયેલા હતા. એક અધિકારીએ કહ્યું, “કર્મચારીઓ ચિંતાતુર થયા છે અને તે સ્વાભાવિક છે. મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીની મુલાકાત લેતા હોવાથી કડક તપાસ થાય તે જરૂરી છે.” જિલ્લા કલેક્ટર કે. કે. નિરાલાએ કહ્યું, “ઈમર્જન્સી ના હોય તો કલેક્ટર કચેરીની મુલાકાત ના લેવાની સલાહ હું સતત લોકોને આપતો રહું છું. કલેક્ટર કચેરી કોરોના વાયરસથી મુક્ત રહે તે જરૂરી છે.”

કોરોનાને હરાવીને ફરજ પર હાજર થયા કાલુપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ, કરાયું સ્વાગત 



from Page Array – I Am Gujarat https://ift.tt/2xhKESh

No comments:

Post a Comment

Pages