નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને 10 વાગ્યે સંબોધવાના છે તેના ત્રણ કલાક પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશને પોતાનો એક વિડીયો સંદેશ આપ્યો છે. કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવેલા વિડીયો સંદેશમાં સોનિયા ગાંધીએ સંકટમાં ડૉક્ટર, સફાઈકર્મીઓ, પોલીસ અને સરકારી અધિકારીઓ સતત કામ કરી રહ્યા છે તેનાથી મોટી દેશભક્તિ બીજી કોઈ નથી. તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે એકતા, અનુશાસન અને આત્મબળના ભાવથી દેશ કોરોનાને હરાવી દેશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
તેમણે કહ્યું કે, “આજે કોરોનાના સંકટથી બચવા માટે તમે બધા લડાઈ લડી રહ્યો છો તેનાથી મોટી દેશભક્તિ બીજી કઈ હોઈ શકે. અમે આ મુશ્કેલ સમયમાં તમારા પરિવારજનો પતિ, પત્ની, બાળકો, માતા-પિતાના ત્યાગ બલિદાનને ક્યારેય ભૂલી નહીં શકીએ.”
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આગળ કહ્યું કે, “હું આ સંકટ સમયમાં પણ શાંતિ, ધૈર્ય અને સંયમ બનાવી રાખવા માટે તમામ દેશવાસીઓનો દિલથી આભાર માનું છું. આશા રાખું છું કે તમે બધા અંતર જાળવી રાખવાનું પાલન કરશો. તમે તમારા ઘરોમાં રહો. સમય-સમય પર તમારા હાથ ધોતા રહો. બહુ જરુરી હોય તો જ ઘરની બહાર નીકળો અને એ પણ માસ્ક, દુપટ્ટો કે ગમછુ લગાવીને, તમે બધા આ લડાઈમાં સહયોગ આપો.”
कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी का देश के नाम संदेश:-
कोरोना संकट में डॉक्टर्स, सफाईकर्मियों, पुलिस सहित सरकारी अधिकारियों के डटे रहने से बड़ी "देशभक्ति" कोई नहीं है। हम एकता, अनुशासन और आत्मबल के भाव से कोरोना को परास्त करेंगे। धैर्य एवं संयम के लिए देशवासियों का धन्यवाद। pic.twitter.com/Sl4zkKURTv— Congress (@INCIndia) April 14, 2020
મહત્વનું છે કે, દેશમાં વડાપ્રધાન મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી જેનો આંજે અંતિમ દિવસ છે અને આજે મધ્યરાત્રીએ લોકડાઉન પૂરું થઈ રહ્યું છે. જોકે, આ લોકડાઉનને આગળ લંબાવવામાં આવશે કે તેમાં કેટલાક સુધારા વધારા કરવામાં આવશે તે અંગે આજે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. ગઈકાલે અમદાવાદની મુલાકાત લેવા ગયેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ કહ્યું હતું કે, લોકડાઉન અંગે 14મીએ નિર્ણય લેવામાં આવશે.
લૉકડાઉનમાં પડોશીઓ સાથે વાટકી વ્યવહાર માટે બનાવ્યો ‘ખાસ રોપવે’
from Page Array – I Am Gujarat https://ift.tt/34xTmIc
No comments:
Post a Comment