Latest

Saturday, April 4, 2020

સુરત: કોરોનાની શંકા રાખીને મહિલાને ભાડાનાં ઘરમાંથી કાઢી બહાર, ફ્લેટના સેક્રેટરીની ધરપકડ

સુરતઃ મ્યુનિસિપલ સ્કૂલની શિક્ષિકા તેમજ તેના 4 મહિનાના દીકરાને ભાડાનાં ઘરમાંથી બહાર કાઢવાના આરોપ હેઠળ ઉમરા પોલીસે શુક્રવારે એપાર્ટમેન્ટના સેક્રેટરીની ધરપકડ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

શિક્ષિકા બહારના વિસ્તારમાંથી આવી રહી હોવાથી તે કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું લાગતા એપાર્ટમેન્ટનો સેક્રેટરી ડરી ગયો હતો, તેવું કહેવાઈ રહ્યું છે.

ભાડાના ઘરમાંથી બહાર કઢાતા શિક્ષિકાએ પોતાના દીકરા સાથે અન્ય મ્યુનિસિપલ સ્કૂલના વોચમેન માટેના રૂમમાં રાત પસાર કરવી પડી હતી. શિક્ષિકાને ઓફિસમાંથી મળેલી સૂચનાના આધારે પોતાની મેટરનિટી લીવ ટૂંકાવી હતી અને કામ પર પરત ફરી હતી. તેને સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ લોકો માટે તૈયાર કરાતા ભોજનની વ્યવસ્થાની કામગીરી સોંપવામાં આવી હતી.

શિક્ષિકાને બળજબરીથી તેનું ભાડાનું મકાન ખાલી કરાવવા બદલ પોલીસે અઠવાલાઈન્સમાં આવેલા અમર પેલેસ એપાર્ટમેન્ટના સેક્રેટરી રાજુ ઉર્ફે રાજેશ પટેલની ધરપકડ કરી હતી. આ કેસમાં એક પોલીસ અધિકારી ફરિયાદી બન્યા હતા. પટેલ સાથે એપાર્ટમેન્ટ અન્ય ત્રણ લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

રાધિકા ગામિત પોતાના દીકરા સાથે વ્યારાથી પરત આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને રજા ટૂંકાવવા તેમજ કામ પર હાજર થવાનું કહેતા તેના પિતા તેમજ પતિ તેને છોડવા માટે આવ્યા હતા. તેણે ઘર શોધવા માટે મિત્રની મદદ માગી હતી અને બાદમાં અમર પેલેસ એપાર્ટમેન્ટમાં ભાડેથી ઘર લીધું હતું. જ્યારે તે બધું ગોઠવી રહી હતી ત્યારે વોચમેન સહિત એપાર્ટમેન્ટના કેટલાક રહેવાસીઓએ તેનો દરવાજો ખખડાવ્યો હતો. થોડી પૂછપરછ બાદ તેને ઘર ખાલી કરવા માટે કહ્યું હતું.

‘શિક્ષિકાએ મદદ માટે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. અમે એપાર્ટમેન્ટના સેક્રેટરીને તેને ત્યાં રહેવા દેવા માટે સમજાવ્યો હતો, જો કે કેટલાક રહેવાસીઓએ વિરોધ ચાલુ રાખ્યો હતો’, તેમ ઉમરા પોલીસે જણાવ્યું.

ગુજરાત પોલીસે એક હૃદયસ્પર્શી વિડીયો પોસ્ટ કરી લોકોને આ લડાઈમાં પોતાનો સાથ આપવા અપીલ કરી



from Page Array – I Am Gujarat https://ift.tt/2X8ex1G

No comments:

Post a Comment

Pages