Latest

Saturday, April 4, 2020

અમદાવાાદઃ પોલીસે પોતાનો એક દિવસનો પગાર દાનમાં આપી 3000 લોકોને જમાડ્યા

કોરોના વાયરસના કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે જરૂરિયાતની ચીજ-વસ્તુઓ ઉપરાંતની દુકાનો તથા વેપાર-ધંધા બંધ છે. એવામાં કામ ન હોવાના કારણે ગરીબ લોકોને બે ટંકનું જમવાનું પણ નથી મળી રહ્યું. મુશ્કેલીના આ સમયમાં સેવાભાવી લોકો શક્ય તેટલી મદદ કરીને લોકોને જરૂરિયાતની વસ્તુઓ તેમના સુધી પહોંચાડી રહ્યા છે. એવામાં વટવા પોલીસે કરેલા ઉમદા કાર્યથી માનવતા મહેકી ઉઠી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

વટવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ એ એક દિવસનો પગાર અન્નદાન પેટે આપી વિસ્તારમાં આવેલા ચારમાળિયા EWS બિલ્ડિંગના…

Ahmedabad Police यांनी वर पोस्ट केले गुरुवार, २ एप्रिल, २०२०

વટવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓએ પોતાના એક-એક દિવસનો પગાર અન્નદાન તરીકે આપ્યો હતો. આટલું જ નહીં આ પૈસાથી તેમણે માનવસેવાનું કામ કરતા EWS બિલ્ડિંગમાં રહેતા આશરે 3000 જેટલા શ્રમજીવીઓ માટે બપોર તથા સાંજની જમવાની વ્યવસ્થા કરી આપી હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે લોકડાઉનથી હજારો લોકો નોકરી કે ધંધા પર ન જઈ શકતા તેમની હાલત કફોડી બની છે. તેમાં પણ મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકોની મુશ્કેલી વધી છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં મોટી સંખ્યામાં લોકો ફૂડ પેકેટ્સ તથા રાશનની કિટ બનાવીને જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા છે. એવામાં વટવા પોલીસે પણ આ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.



from Page Array – I Am Gujarat https://ift.tt/3bR5mXO

No comments:

Post a Comment

Pages