અમદાવાદઃ પાછલા 24 કલાકમાં ગુજરાતમાં સાત નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં કુલ આંકડો 95 થઈ ગયો છે. તમામ નવા કેસ અમદાવાદ શહેરના કેટલાક નિશ્ચિત વિસ્તારમાંથી સામે આવ્યાનું આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના કારણે બે વ્યક્તિનું મોત પણ થયું છે જે પૈકી એક ગોધરા અને એક અમદાવાદના વ્યક્તિ છે. જેના કારણે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારનો આંકડો 9 પર પહોંચ્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
શુક્રવારે સાંજના આંકડા મુજબ રાજ્યના કુલ કોરોના કેસ પૈકી 40 ટકા કેસ અમદાવાદ જિલ્લાના છે. તે જ રીતે રાજ્યમાં આ મહામારીના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિમાં 44 ટકા અમદાવાદના છે. તેમજ અમદાવાદ જિલ્લાના કુલ 38 કેસ પૈકી 36 કેસ અમદાવાદ શહેરના છે.
હવે કેસનું મેપિંગ કરતા સામે આવ્યું છે કે 23 કેસ અમદાવાદ શહેરના પૂર્વિ વિભાગમાંથી છે. જ્યારે 13 જેટલા કેસ અમદાવાદ પશ્ચિમમાં નોંધાયા છે. તેમજ શહેરમાં કોરોનાના કારણે મૃત્યુ પામાનાર 4 પૈકી 3 મૃતક શહેરના પૂર્વ વિસ્તારમાં રહેનારા હતા. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે કોરોના ક્લસ્ટરની ઓળખ કરવામાં આવી છે અને આ વિસ્તારને તમામ શહેરથી અલગ કરીને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.
શહેરના આઈસોલેટ કરવામાં આવેલ વિસ્તારોમાં જમાલપુર, દરિયાપુર, રખિયાલ અને દાણીલિમડા છે. કોર્પોરેશન દ્વારા આઈસોલેટ કરવામાં આવેલ સોસાયટીઓમાં 500 ઘરના 2250 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. કોર્પોરેશન જાણ કરી કે આ વિસ્તારમાં તમામ જીવન જરુરીયાતની વસ્તુઓને કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવશે.
કોર્પોરેશના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે 7 નવા કેસ દરિયાપુર અને બાપુનગરના ત્રણ પરિવારના છે. જેમાં સૌથી નાની ઉંમરનો દર્દી 7 વર્ષનો છે. AMCના સૂત્રો મુજબ દરિયાપુરના જે પરિવારમાં કોરોનાા કેસ નોંધાયા છે તે પૈકી 68 વર્ષનો એક પુરુષ તબલીગી જમાત સાથે સંબંધ ધરાવે છે અને હાલના સમયમાં જ દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી પણ છે. અમદાવાદને કોવિડ-19ના હોટસ્પોટ તરીકે જાહેર કર્યા બાદ હવે ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ સ્ટ્રેટેજી પણ કેટલાક ચોક્કસ વિસ્તારોમાં લાગુ પાડવામાં આવી રહી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2UEqkDw
No comments:
Post a Comment